નાથુરામ ગોડસે અને ગાંધી ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. કોઇ ગોડસેને ભારતના પ્રથમ હિન્દુ આતંકવાદી તરીકે કહી ચુક્યા છે તો કોઇ તેમને પોતાના આદર્શ તરીકે ગણાવી ચુક્યા છે. પરંતુ આ તમામ પ્રકારના વિવાદ અને હોબાળા વચ્ચે અમે આ વિષય પર વિચારણા કરવાની જરૂરિયાતને સમજી શક્યા નથી કે આખરે દેશભક્તિ અને ત્રાસવાદના માપદંડ શુ છે ? દેશભક્તિ અને ત્રાસવાદ આખરે કયા વર્તુળોમાં આવે છે. કોઇ શુ કરે કે તેને લોકો આતંકવાદી કહે અથવા તો કોઇ શુ કરે કે તેને લોકો દેશભક્ત તરીકે ગણે. આ બાબતને લઇને અમારા વિચાર સાથે લોકોની અસહમતિ હોઇ શકે છે.
પરંતુ ગાંધી અને ગોડસેને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો સાફ અભિપ્રાય છે કે ગાંધીજીએ ભારત માટે અમુલ્ય યોગદાન આપ્યુ છે. હોઇ શકે છે કે તેમના તરીકા, તેમના સિદ્ધાંતોઅને તેમના વિચાર સાથે હુ સહમત ન પણ હોઇ શકુ. છતાં પણ મહાત્મા ગાંધી દેશ માટે ગૌરવ સમાન છે. તમામ લોકો એક બાબત સાથે તો સહમત છે કે દેશના મહાન લોકો પૈકી એક તરીકે ગાંધી હમેંશા રહેશે. ગાંધીની હત્યા ખુબ નિંદનીય છે તેમની હત્યાને કોઇ પણ કિંમતે કોઇ રીતે યોગ્ય ઠેરવી શકાય નં. પરંતુ ગાંધીજીની હત્યા કરનારને ત્રાસવાદી કહેવાની વાત યોગ્ય છે ખરી ? ગોડસે કોઇ મહાપુરૂષ ન હતા જેથી તેમના જીવનને સમજવા અને વાંચવા માટેની જરૂર મોટા ભાગના લોકોએ સમજી નથી. છતાં ગોડસેએ ગાંધીની ક્રુર હત્યા કરી હતી જેથી તેમના અંગે થોડાક પ્રમાણમાં વાંચવાની તક મળી છે તેના આધાર પર કેટલાક લોકો તેમને હત્યારા દેશભક્ત તરીકે કહી શકે છે. ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે મહાત્મા ગાંધીને ગોળી મારી દેવામાં આવી હતી. ગાંધીની હત્યાના આરોપમાં નાથુરામ ગોડસે સહિત ૧૭ લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન ગોડસે દ્વારા પોતાની રજૂઆત કોર્ટમાં કરી હતી. આ પૂર્ણ પક્ષને પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો.
પરંતુ નાથુરામ ગોડસેના નાના ભાઇ ગોપાલ ગોડસે દ્વારા લાંબી લડાઇ લડવામાં આવી હતી અને તેમના નિવેદન અને દલીલો પર નિયંત્રણોને દુર કરવામાં આવ્યા હતા. પોતાની દલીલો રજૂ કરતી વેળા ગોડસેએ સેંકડોની સંખ્યામાં કારણ રજૂ કર્યા હતા. ગાંધીની હત્યા કેમ કરી તેના માટે સેંકડો કારણ રજૂ રજૂ કર્યા હતા. અલબત્ત કોઇ પણ કારણસર કોઇ પણ વ્યક્તિની હત્યા કરી શકાય નહીં. છતાં પણ જ્યારે કોઇની દેશભક્તિ પર સવાલ કરવામા આવે છે ત્યારે કુદરતી ન્યાયનો સિદ્ધાંત તો એ જ કહે છે કે તે વ્યક્તિની રજૂઆત પણ સપાટી પર આવવી જાઇએ. ગોડસેએ પોતાની રજૂઆત કરતી વેળા કેટલીક તર્કદાર દલીલો કરી હતી. ગોડસેએ પોતાની દલીલો રજૂ કરતી વેળા કહ્યુ હતુ કે સન્માન, કર્તવ્ય અને પોતાના દેશવાસીઓ પ્રત્યે પ્રેમ કેટલીક વખત અમને અહિંસાના સિદ્ધાંતથી દુર ખસી જવા માટે ફરજ પાડે છે. ગોડસેએ પોતાની રજૂઆતમાં કહ્યુ હતુ કે તેઓ એ બાબતને ક્યારેય સ્વીકારી શકે નહીં કોઇ આક્રમણનો હથિયાર સાથે સામનો કરવાની બાબત કોઇ રીતે અયોગ્ય, અન્યાય છે અથવા તો ખોટી બાબત છે. પ્રતિરોધ કરવાની બાબત અને જા શક્ય હોય તો આવા શત્રુને બળજબરીપૂર્વક વશમાં કરવાની બાબત તે ધાર્મિક અને નૈતિક ફરજ તરીકે ગણે છે.
મુÂસ્લમો પોતાની મનમાની કરી રહ્યા હતા. કે તો કોંગ્રેસ તેમની ઇચ્છાની સામે આત્મસમર્પણ કરી દે અથવા તો તેમના સનકી, મનમાની વલણના સુરમાં સુર પુરાવે. આ બાબત જ હોઇ શકે છે. ગોડસે દ્વારા જારદાર રજૂઆત કરવામાં આવી હતી. ગાંધી પોતે જ દરેક વસ્તુ અને વ્યક્તિના નિર્ણાયક હતા. મહાત્મા ગાંધી પોતાના માટે જ્યુરી અને જજ તરીકે હતા. ગાંધીએ મુÂસ્લમોને ખુશ કરવા માટે હિન્દી ભાષાના સૌન્દર્ય અને સુન્દરતાની સાથે બળાત્કાર કર્યો હતો. ગાંધીના તમામ પ્રયોગ માત્રને માત્ર હિન્દુઓની કિંમત પર કરવામાં આવતા હતા. જે કોંગ્રેસ પોતાની દેશભક્તિ અને સમાજવાદનો દંભ ભરતી હતી તે જ કોંગ્રેસે ગુપ્ત રીતે બન્દુકની અણીએ પાકિસ્તાનનો સ્વીકાર કરી લીધો હતો. જીણાની સામે નીચતાની સાથે આત્મસમર્પણ કરી દીધુ હતુ. મુÂસ્લમ તુષ્ટિકરણના કારણે ભારત માતાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે દેશનો એક હિસ્સો અમારા માટે વિદેશી જમીન બની ગયો હતો.
ગોડસેએ કહ્યુ હતુ કે ગાંધી પોતાના કર્તવ્યમાં નિષ્ફળ રહ્યા હતા. ગોડસેએ કહ્યુ હતુ કે તેમની ગોળીઓ એવી વ્યક્તિ પર ચલાવવામાં આવી હતી જેમની નીતિઓ અને કાર્યોના લીધે કરોડો હિન્દુઓને બરબાદી અને વિનાશનો સામનો કરવો પડ્યો હતો. એવી કોઇ કાનુની પ્રક્રિયા ન હતી જેના કારણે એ અપરાધીને સજા કરી શકાય.જેથી તેઓએ ઘાતક રસ્તાનો ઉપયોગ કર્યો હતો. ગોડસેએ પોતાની રજૂઆતમાં કહ્યુ હતુ કે તે પોતાની માફી માટે રજૂઆત કરશે નહીં. જે કઇ પણ કર્યુ છે તેના પર ગર્વ છે. ગોડસેના પુસ્તકમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધી હત્યા બાદ લોકોને કહેવામાં આવી રહ્યુ હતુ ે માનસિક રીતે બિમાર વ્યક્તિએ ગાંધી પર ગોળીબાર કર્યો હતો. એજ ગોડસેએ ખાસ કોર્ટમાં પોતાનુ નિવેદન આપ્યુ હતુ જે સાત દિવસ સુધી ચાલ્યુ હતુ. નાથુરામ ગોડસેના નિવેદન અને જુબાની પર રોક લગાવી દેવામા ંઆવી હતી. જે ૧૯૬૮માં મુંબઇ હાઇકોર્ટે હટાવી લીધી હતી.