ભારતની અગ્રણી વેલનેસ કંપની હિમાલયા ડ્રગ કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંત “આઇસીસી ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર ૨૦૧૮”ને ‘હિમાલયા મેન ફેસ કેર રેન્જ’ માટે સાઇન કર્યા છે.
સોપ્રથમ એવી કોમર્શિયલ વીડીયોમાં વિરાટ અને રિષભ હિમાલયા મેનના તાજેતરના પ્રોપોઝીશન ”લૂકીંગ ગુડ…એન્ડ લવીંગ ઇટ”માં લોકોનું ધ્યાન ખેંચશે. રિયલ લાઇફ હીરો (અને તેથી જ સ્પોર્ટ્સ એક અખાડા તરીકે)એ છેલ્લા થોડા વર્ષોથી આગેવાની લીધી છે, જે હિમાલયાની પ્રત્યેક ગ્રાહક પ્રત્યેની વેલનેસ ભાગીદાર તરીકેની પ્રતિબદ્ધતા અનુસારની છે.
“ભારતના પર્સોનલ સેગમેન્ટમાં મેલ ગ્રૂમીંગ સૌથી ઝડપથી વિકસતુ ક્ષેત્ર છે તેની સાથે હિમાલયાના સારા દેખાવાના પ્રવાહમાં અગત્યનો ભાગ ભજવશે. “લૂકીંગ ગુડ…એન્ડ લવીંગ ઇટ” જીવનને સ્ટાઇલના વિશિષ્ટ મિશ્રણ સુધી લઇ આવે છે અને બ્રાન્ડના વિઝન “વેલનેશ ઈન એવરી હોમ એન્ડ હેપીનેસ ઈન એવરી હાર્ટ એન્ડ લૂકિંગ ગુડ….એન્ડ લવિંગ ઈટ” ને છતુ કરે છે. રોલ મોડેલ હોવાના નાતે વિરાટ અને રિષભ બન્ને અમારી પ્રથમ પસંદગી હતી. તો બ્રાન્ડના વચન પ્રત્યેક યુવાનને સારો આ દેખાવ અને આત્મવિશ્વાસની લાગણીનો અત્યંત યોગ્ય સંકેત આપે છે એમ,” હિમાલયા ડ્રગ કંપનીના કન્ઝ્યુમર કેર પ્રોડક્ટ ડિવીઝનના શ્રી રાજેશ ક્રિશ્નામૂર્તીએ જણાવ્યું હતું.
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, “મને ટીમ હિમાલયાનો એક ભાગ બનવાની અને મેન્સ ફેસ વોશ રેજ માટે એમ્બેસેડર બનવાની ખુશી છે. હિમાલયા એક વિશ્વસનીય બ્રાન્ડ હોવાની સાથે મારી પણ લોકપ્રિય બ્રાન્ડ છે! હું હિમાલયા પ્રોડક્ટસનો લાંબા ગાળાથી વપરાશ કરું છે. હિમાલયા મેન સાથે લાંબી ભાગીદારીની આશા સેવુ છુ!”
ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રિષભ પંતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હિમલયા સાથે ભાગીદારી કરતા હું ખુશી અનુભવું છું. હિમાલયાએ છેલ્લા ૮૮ વર્ષોથી લોકોને આનંદમય અને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરી છે, અને મને હિમાલયા મેન્સ ગ્રૂમીંગ રેન્જના બ્રાન્ડ એમ્બેસડર બનવાનો ગર્વ છે. મારા જેવા યુવાનો હંમેશા ગ્રૂમીંગ જરૂરિયાતો માટે સારી પ્રોડક્ટ્સની શોધમાં રહે છે અને હિમાલયા મે તેના માટે સંપૂર્ણ ઉકેલ પૂરો પાડે છે. હિમાલયા મે સાથે ફળદાયી ભાગીદારીની આશા સેવું છું!”
“સારુ ગ્રૂમીંગ એ આત્મવિશ્વાસમાં વધારો કરવાનું પ્રથમ પગલું હોવાનું મનાય છે. ખરીદશક્તિમાં થયેલા વધારાની સાથે આગળ ધપતા યુવાનો ગ્રૂમીંગ સોલ્યુશન્સની શોધમા રહે છે, જે ખરેખર તેમના માટે બનાવવામાં આવ્યા હોય અને તેમના વ્યક્તિત્વમાં પણ વધારો કરે. હિમાલયા મેને ફેસ કેર, હેર કેર, અને બર્ડ કેર પ્રોડક્ટ્સ ઓફર કરીને ગ્રૂમીંગ બ્રાન્ડઝમાં કિલ્લેબંધી કરી છે. આ કેમ્પેન દ્વારા યુવાનો વિરાટ અને રિષભની સાથે ભાગીદારીવાળા જોડાણ પર ભાર મુકવાનો છે અને અમારી જાતને દરેક વ્યક્તિના પર્સોનલ કેરમાં આંતરિક ભાગ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે,” એમ હિમાલયા ડ્રગ કંપનીના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિવીઝનના એસોસિયેટ જનરલ મેનેજર અશ્વની ગાંધીએ જણાવ્યું હતું.
હિમાલયા મેનની ગ્રૂમીંહગ રેન્જમાં ખીલ સંભાળની હર્બલ રેન્જ, ઓઇલ ક્લિયર અને એક્ટિવ સ્પોટ ફેસ વોશિઝ અને અનેક પ્રકારના સ્ટીઇલીંગ હેર સ્ટાઇલીંગ જેલ્સ અને નીશ ફેસ અ બર્ડ વોશનો સમાવેશ થાય છે. આ સમગ્ર રેન્જ ભારતના અગ્રણી રિટેલ સ્ટોર્સમાં તેમજ અગ્રણી ઇ-કોમર્સ સ્ટોર્સ જેમ કે અમેઝોન, ફ્લિપકાર્ટ અને નાયકા પર પણ ઉપલબ્ધ છે.