અમદાવાદ : વિશ્વશાંતિના ઉકેલ અને સમાજને જાગૃત કરવાના ઉમદા આશયથી એકલવીર સ્વયં દીક્ષિત જૈન સાધક શ્રીમદ રાજચંદ્ર ગાંધીપ્રેમી વયોવૃદ્ધ રમેશભાઈ દોશી દ્વારા અનોખી રીતે દાંડીયાત્રાની પહેલ અને સમાપન કરવામાં આવ્યું. સાંપ્રત સમયે આપણે મહાત્મા ગાંધીજીના પગલે દાંડીકૂચની સ્વાનુભુતી કરી શકીએ તેવી પ્રવાસન અને આધુનિક સુવિધા સાથે ઐતિહાસિક દાંડીપથને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
સામાન્યરીતે સાંબરમતીથી દાંડીની યાત્રા હોય છે, પરંતુ રમેશભાઈને સ્વયં સ્ફુર્ણા થતાં નવસારી પાસેથી પોતાના વિહાર દરમિયાન તેમને અચાનક જ દાંડીયાત્રા કરવાનું નક્કી કર્યું અને દાંડીથી સાબરમતી આશ્રમ સુધી ૩૧૩ કિલોમીટરની દાંડીયાત્રા કરી. તેમણે સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. યાત્રાનું સમાપન કાર્ય બાદ મહત્વનો સંદેશો આપતાં રમેશભાઈ દોશીએ જણાવ્યું કે, “વિશ્વશાંતિ માટે અને તમામ સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીમૂલ્યો અને ગાંધીજીના પ્રયોગો જ આદર્શ છે. આ તમામ ગુણોને જીવનમાં ઉતારવાથી તમામ સમસ્યાઓમાંથી ઉકેલ મળી શકે છે.”
તાજેતરમાં જ તા. ૨૧-૦૪-૨૦૧૯ થી દાંડીથી સાબરમતીની પદયાત્રા કરનાર એકલવીર સ્વયં દીક્ષિત જૈન સાધક શ્રીમદ રાજચંદ્ર ના શિષ્ય અને ગાંધીપ્રેમી રમેશભાઈ દોશી ઉ.વ. ૭૦ કે જેઓ ચીંચણી જી. પાલઘર મહારાષ્ટ્ર થી વિહાર કરતા ભાવનગર જતા હતા ત્યાં નવસારી પહેલા પ્રેરણા થઇ કે “દાંડી યાત્રા કરો” અને બીજા જ દિવસથી દાંડીયાત્રાની શરૂઆત કરી હતી.
ભારત અને વિશ્વના સ્વાતંત્ર્ય – સંગ્રામ ના ઇતિહાસમાં ‘દાંડી કૂચ’ અનન્ય અને શિરમોર ઘટના ગણાય છે સન ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ ૮૦ સત્યાગ્રહી સૈનિકોએ સાબરમતી આશ્રમ અમદાવાદથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી આશરે ૩૯૦ કિલોમીટર લાંબી દાંડીકૂચ દ્વારા બ્રિટીશ સરકારના પાયા હચમચાવી દીધા. ગરીબ-તવંગર સહુને માટે આવશ્યક એવા મીઠા પરના કરના વિરોધને નિમિત્ત બનાવી મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કરી અને દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડી ભારત દેશની આઝાદીના દ્વાર ખોલી નાખ્યા.
અમદાવાદથી દાંડી વચ્ચેના ૨૧ ઐતિહાસિક સ્થળો જ્યાં આજે પણ દાંડીકૂચની ગાથા તેમજ મહાત્મા ગાંધી અને ૮૦ સત્યાગ્રહી સૈનિકોની સ્મુર્તિ અકબંધ છે. સાંપ્રત સમયે આપણે મહાત્મા ગાંધીજીના પગલે દાંડીકૂચની સ્વાનુભુતી કરી શકીએ તેવી પ્રવાસન અને આધુનિક સુવિધા સાથે ઐતિહાસિક દાંડીપથને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. યાત્રીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ સાથે ૧૫ દાંડીપથ યાત્રી નિવાસ પણ સંચાલિત છે. તેનો ઉપયોગ કરી રહેલ છે.
આ અગાઉ કલકત્તાના અભિજીત કરગુપ્તા અને તેની ટીમ તેમજ પ્રો. સિંગાપોરિયા હારમની વિસ્પી અમદાવાદ અને તેની ટીમ,હિમાચલપ્રદેશથી સુમીત પ્રભુદાસ, દિલ્હીથી ચિરાગ મેદીરઠા, રાજસ્થાનથી વિપિન પરમાર, આ ઉપરાંત જર્મનીથી મી. ગીરો વેન બારડેલેબનકે જેઓ હાલ સાબરમતી થી દાંડીયાત્રા કરી હતી.