સ્કુટર સેગમેન્ટ માટે વ્યૂહાત્મક ફોકસ અને આક્રમક વૃદ્ધિ પર ભાર મુકતા વિશ્વમાં સૌથી મોટો ટુ વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પે ભારતમાં અને વિશ્વમાં સ્કુટર્સના પોતા ગ્રાહકો માટે શક્તિશાળી અને સ્ટાઇલીશ નવા સ્કુટર્સ માએસ્ટ્રો ૧૨૫ અને પ્લેઝર+ ૧૧૦ લોન્ચ કરીને પોતાના સ્કુટર પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે.
૧૨૫ CC સ્કુટર સેગમેન્ટમાં ડેસ્ટીની ૧૨૫ સફળતાપૂર્વકના પ્રવેશને પગલે, હીરો મોટોકોર્પે આજે ફ્યૂઅલ ઇન્જેક્શન (FI) ટેકનોલોજી સાથે ભારતનું સૌપ્રથમ સ્કુટર માએસ્ટ્રો એજ ૧૨૫ લોન્ચ કર્યું છે. FI મોડેલવાળા સ્કુટરની એક્સ શોરૂમદિલ્હીની કિંમત રૂ.૬૨,૭૦૦/-* છે, જ્યારે i૩૫ (કાર્બ) મોડેલની કિંમત ઇજ, ૫૮,૫૦૦/-* (ડ્રમ) અને રૂ. ૬૦,૦૦૦ (ડિસ્ક) છે.
હીરોની લોકપ્રિય પ્લેઝર બ્રાન્ડ કે જે ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવે છે તેણે પણ પ્લેઝર+ ૧૧૦ સાથે ૧૧૦ સેગમેન્ટમાં ભારે જોમ સાથે અને સ્ટાઇલીશ એન્ટ્રી કરી છે જેની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત રૂ. ૪૭,૩૦૦/-* છે.
આ મોડેલોના લોન્ચ સાથે હીરો મોટોકોર્પે અત્યંત ટૂંકા ગાળામાં સાત નવી પ્રોડક્ટ્સ બજારમાં મુકી છે – જેમાં યૂથફુલ અપીલ અને ટેકનોલોજીકલ અને ડિઝાઇન શ્રેષ્ઠતા સાથે પ્રિમીયમ મોટરસાયકલ અને સ્કુટર્સનો પણ સમાવેશ થાય છે.
હીરોના તદ્દન નવી X રેન્જની મોટરસાયકલ્સ – X પલ્સ ૨૦૦, X પલ્સ ૨૦૦T અને એક્સટ્રીમ ૨૦૦S – નવા સ્કુટર્સ સાથે સ્કુટર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પની ઝડપથી વધી રહેલી હાજરીને કારણે અંદાજ સેવવામાં વ્યો છે.
કંપની આગામી થોડા સપ્તાહોમાં સ્કુટર્સનું છૂટક વેચાણ શરૂ કરનાર છે.
લોન્ચ અંગે ટિપ્પણી કરતા, હીરો મોટોકોર્પના ચિફ ટેકનોલોજી ઓફિસર ડૉ. માર્કુસ બ્રાઉન્સપર્જરે જણાવ્યું હતું કે,“થોડા જ મહિનાઓમાં ત્રણ નવી પ્રોડક્ટ્સ – માએસ્ટ્રો એજ ૧૨૫, ડેસ્ટીની ૧૨૫ અને પ્લેઝર+ ૧૧૦ – ને સ્કુટર સેગમેન્ટમાં ફક્તથોડા જ મહિનાઓમાં મુકવાની સાથે સ્કુટર સેગમેન્ટમાં વૃદ્ધિને વેગ આપવા માટે અમે મજબૂત રૂપરેખા ઘડી કાઢી છે. ભારતમાં સૌપ્રથમ FI ટેકનોલોજી સાથેના સ્કુટરની રજૂઆતથી માએસ્ટ્રો એજ ૧૨૫ અમારી આરએન્ડડી ઇકોસિસ્ટમનીક્ષમતાનું નિરૂપણ કરે છે.”
હીરો મોટોકોર્પ લિમીટેડના ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનીંગના વડા માલો લે મેસને જણાવ્યું હતું કે, “અમારી સ્કુટર વ્યૂહરચના નવા મોડેલ્સ સાથે વિભાજિત થઇ રહી છે જે સ્પર્ધામાં સર્વોપરીતા ધરાવે છે, ચાહે તે ટેકનોલોજી હોય કે સ્ટાઇલ. પ્લેઝરે ઘણા લાંબા સમયથી મહિલા સમર્પિત સેગમેન્ટની રચના કરી છે અને નવું પ્લેઝર + ૧૧૦એ સ્ટાઇલીશ સવારીની ઇચ્છા રાખતા દરેક યુવાન ગ્રાહકોનો વ્યાપ વધાર્યો છે. માએસ્ટ્રો એજ ૧૨૫ FIને ભારતમાં સ્કુટર કેટેગરીમાં લાવે છે, અને સેગમેન્ટમાં નવો માપદંડ સ્થાપિત કરે છે. ડેસ્ટીની ૧૨૫ સાથે હીરો મોટોકોર્પ હવે ૧૨૫ ઝ્રઝ્ર અને ૧૧૦ ઝ્રઝ્ર સ્કુટર્સ એમ બન્ને સાથે પોર્ટફોલિયો ટાર્ગેટીંગ ગ્રાહકો ધરાવે છે અને સ્કુટર સેગમેન્ટમાં પોતાની હાજરી ગણાવવા માટે સજ્જ છે.”
હીરો મોટોકોર્પના વેચાણ, કસ્ટમર કેર અને પાર્ટ્સ બિઝનેસના વડા સંજય ભાણે જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં લોન્ચ કરેલ ડેસ્ટીની ૧૨૫ સાથે ૧૨૫ CC સ્કુટર સેગમેન્ટમાં પહેલેથી જ મજબૂત અને સફળ પ્રવેશ કર્યો છે. માએસ્ટ્રો એજ૧૨૫ અને પ્લેઝર ૧૧૦ સાથે અમને આત્મવિશ્વાસ છે કે અમારો નવો પોર્ટફોલિયો વિવિધ ગ્રાહકોને આકર્ષશે અને પરિણામે અમારી સ્કુટર સેગમેન્ટમાં હાજરીમાં વધારો કરવામાં યોગદાન આપશે.”