માતૃત્વ એક એવા સુખ તરીકે છે જેને દરેક મહિલા હાંસલ કરવા માટે ઇચ્છુક હોય છે. બાળકની ઇચ્છા માનવીમાં ખુબ જ સ્વાભાવિક છે. લગ્ન બાદ પતિ પત્નિ પરિવારને વિસ્તૃત કરવા માટે સપના જુએ છે. આ સામાન્ય બાબત પણ છે. પરંતુ કઇ રીતે પરિવારને વધારી દેવામાં આવે તેને લઇને હવે પ્રવાહ બદલાઇ રહ્યો છે. જો વિદેશની વાત છોડી દેવામાં આવે તો ભારત જેવા દેશમાં તો એ વખતે પરિવારના સભ્યોમાં ખુશીનુ મોજુ ફરી વળે છે જ્યારે તેમને આ સાભળવા મળે છે કે તેમના પરિવારમાં અન્ય મહેમાન આવનાર છે. દરેક મહિલાનુ સપનુ હોય છે કે નવ મહિના પેટમાં બાળકને રાખ્યા બાદ જન્મ આપે. પરંતુ આજકલ સ્થિતી બદલાઇ રહી છે. નવો ક્રેઝ જાવા મળે છે. સરોગેસીનુ ચલણ વધી રહ્યુ છે. જેના પર ચર્ચા થાય તે જરૂરી છે. રેડી ટુ ઇટના જમાનામાં બાળકો પણ રેડીમેડ મળવા લાગી ગયા છે.
જે લોકો શારરિક રીતે અસક્ષમ હોય છે, બાળકોને જન્મ આપી શકતા નથી તે લોકો માટે સરોગેસી વિકલ્પ એક વરદાન તરીકે છે. આ વિકલ્પનો ઉપયોગ કરીને આવા દંપત્તિ બાળકના માતાપિતા બની શકે છે. પરંતુ આધુનિક સમયમાં સક્ષમ દંપત્તિ પણ આ વિકલ્પનો પયોગ પોતાની સુવિધા મુજબ કરે છે. સરોગેસી એક એવી વ્યવસ્થા છે જેમાં ભાડાના ગર્ભમાં આપના બાળકનો જન્મ થાય છે. મુળભૂતરીતે સરોગેસીની શોધ એવા લોકો માટે કરવામાં આવી હતી જે લોકો કોઇ કારણસર માતાપિતા બની શકતા નથી પરંતુ હવે સુવિધા મુજબ સક્ષમ લોકો પણ આનો ઉપયોગ કરી રહ્યા છે. જો પતિ અને પત્નિ બંને નોકરી કરે છે. પત્નિ નવ મહિના સુધી પોતાની કેરિયરમાં પાછળ રહેવા ઇચ્છુક હોતી નથી. જો કે એકલાપણાને દુર કરવા માટે બાળકની પણ ઇચ્છા રાખે છે. આવી Âસ્થતીમાં સરોગેસી વિકલ્પનો ઉપયોગ કરી લેવામાં આવે છે. કેટલીક મહિલા તો પોતાની ફિટનેસ ખરાબ ન થાય તે માટે પણ સેરોગેસીની મદદ મેળવી લે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો સેરોગેસી માટે એજ મહિલાઓ પોતાના ગર્ભને ભાડે આપે છે જેમને પૈસાની જરૂર હોય છે. પરંતુ આ પ્રકારની મહિલાને લઇને પણ ધ્યાન આપવામાં આવે છે.
સેરોગેસીનો હવે દુરુપયોગ થવાની શરૂઆત થઇ ગઇ છે. આના પર કોઇનુ કોઇ નિયંત્રણ નથી. સરકાર અને કોઇ સંસ્થા તેના પર અંકુશ મુકી શકે તેમ નથી. હવે કાયગા બનાવીને તેના દુષણને પણ રોકવાની જરૂર છે. સેરોગેસીનુ મજાક થઇ રહ્યુ છે. આ મજાક અને દુષણને રોકવાની તાકીદની જરૂર છે. એવી મહિલાઓના આરોગ્યને લઇને પણ ચિંતા રહે છે જે પોતાના ગર્ભને ભાડા પર આપે છે. વધુને વધુ પૈસા કમાવવા માટે કેટલીક મહિલાઓ આ કામ કરે છે. વધુ પૈસા માટે વારંવાર બાળકને જન્મ આપે છે. આવી મહિલાઓ પોતાના માટે જાન જોખમમાં પણ મુકે છે. સાથે સાથે આવનાર બાળકના આરોગ્ય પર માઠી અસર પણ થઇ રહી છે. ખુબ ખતરનાક રીતે વધી રહેલા ચલણને રોકવાની જરૂર છે. આના માટે નિષ્ણાંત લોકોની સલાહ લઇને આગળ વધી શકાય છે. યોગ્ય વ્યક્તિ માટે જ આ વ્યવસ્થા ઉપયોગી બને તે ખુબ જરૂરી છે. આના માટે શરતો પણ હોવી જોઇએ.