દાઝી જવાના કેસમાં મોટા ભાગે સર્જરી કરવામાં આવે છે પરંતુ હવે ઓસ્ટ્રેલિયામાં તબીબો એક એવી ટેકનીક વિકસાવી લેવામાં સફળ રહ્યા છે જે ટેકનીક બાદ દાઝી જવાના કિસ્સામાં અથવા તો બર્ન્સના કિસ્સામાં સર્જરી કરવાની જરૂર પડશે નહીં. સ્કીન ઉપર સાદા સ્પ્રેથી બર્ન્સ ઈઝાની સારવાર શક્ય બનશે. ઓસ્ટ્રેલિયા સ્થિત એક તબીબે હવે સ્પ્રે ઓન સ્કીનની ટેકનીક વિકસીત કરી દીધી છે જેમાં સ્પ્રે દાઝી જવાની સ્થિતિએ લગાવી દેવામાં આવ્યા બાદ ઝડપથી સારવાર શક્ય બનશે.
આને લઈને દર્દીને પરેશાની પણ ઓછી થશે. કોઈપણ પ્રકારની લેબોરેટરીની સુવિધાની આમા જરૂર પડશે નહીં. ૩૦ મિનિટ સુધી આ સ્પ્રે કામ કરશે. હજુ સુધી બજારમાં ઉપલબ્ધ મોટાભાગની ટેકનીક એવી છે કે જેમાં દાઝી જવાના કેસમાં કવર કરવા પૂરતા પ્રમાણમાં સેલ ઉત્પન્ન કરવા ૨૧ દિવસનો સમય લાગે છે. પરંતુ નવી પદ્ધતિથી પાંચ જ દિવસમાં પૂરતા નવા સેલ બની શકશે. પરંપરાગત રીતે વધારે પ્રમાણમાં દાઝી જવાના કિસ્સામાં સર્જરી પણ કરવામાં આવે છે.