આપણે જોયું કે ચંદ્રથી પણ શીતળ એવા ગુરુ સાધકને સરળ રીતે જ્ઞાન આપે છે. હવે આગળ,
नशा शीशे में अगड़ाई लेने लगा, बज्मे-रिंदा में सागर खनकने लगा |
मैकदे पे बरसने लगी मस्तिया, जब घटा गिर के छायी मज़ा आ गया ||
કાયાને કાચની પુતળી કહી છે.પહેલી લાઈનમાં શરૂઆતના શબ્દો છે :- ‘ नशा शिशे में अंगड़ाई लेने लगा ‘ પરમ તત્વનો નશો આપણા મનમાં પછી હિલોળા મારવા લાગે છે.નામજપ કરતા કરતા સાધક ખુદ નામને અનુભવવા લાગે છે ત્યારે,
” बज्मे रिन्दा में सागर खनकने लगा..”
बज्मे रिन्दा એટલે મયખાનું.મારી દ્રષ્ટિએ મયખાનું એટલે આપણું મન,મયખાનમાં શરાબનો નશો ચડે છે તો સાધકના મનના મયખાનામાં નામનો નશો ચડે છે અને પછી એ મયખાનામાં જાણે સાગર હિલોળે ચડ્યો હોય એવી મોજ,એવી લહેર,એવી મસ્તી ચડવા લાગે છે માટે કહી શકાય કે :- बज्मे रिन्दा में सागर खनकने लगा
અને પછી મનના મયખાનામાં આનંદ જ આનંદ વરતાય છે,જ્યારે આઠે પહોર આનંદની સ્થિતિ પર સાધક પહોંચી જાય છે ત્યારે ક્યાંક દૂર બેઠા બેઠા બુદ્ધપુરુષ સાધક પર પોતાની કૃપા વરસાવતા હોય છે,એની ઉપર પોતાનો રાજીપો ઠાલવતા હોય છે ત્યારે એવું થાય કે,
मैकदे पे बरसने लगी मस्तिया, जब घटा गिर के छायी मज़ा आ गया..
વધુ આવતા શુક્રવારે…