અમદાવાદ : ભારતનો ડોમેસ્ટીક એર ટ્રાફિક સને ૨૦૧૧માં ૬૭ મિલિયન નોધાવાની સરખામણીએ ૨૦૧૭માં દર કલાકે ૧૦૦ ફલાઇટ ઉપડવા સાથે ૧૧૭ મિલિયન પેસેન્જર્સને આંબતા તે ડબલ થયો છે. આ સાથે જ ભારત ૨૦૧૬ના જીડીપીમાં ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ક્ષેત્રે કોન્ટ્રીબ્યુશન આપવામાં વિશ્વના ૧૮૪ દેશોમાં ત્રીજા રેન્ક પર આવી ગયો છે. ભારત ટોપ થ્રી ઇકોનોમી કન્ટ્રીમાં આવી જતાં આવનારા વર્ષોમાં વિકાસ અને બિઝનેસની વિપુલ તકો રહેલી છે, તે જાતાં ઇન્ડિયન ઓનલાઇન એર ટ્રાવેલ માર્કેટમાં ૧૪.૬ સીએજીઆરના વધારા સાથે ૨૦૨૦ સુધીમાં ૮.૪ બિલિયન યુએસ ડોલરનું ગ્રોસ બુકીંગ નોંધાવાની શકયતા છે એમ આજે ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર્સ પૈકીના એક ઇઝમાયટ્રિપ (ઇએમટી)એ ગુજરાતમાં પોતાના ગ્રાહકો માટે બેસ્ટ ડિલ્સ રજૂ કરવા દરમ્યાન ઇઝમાયટ્રિપના સહસ્થાપક અને સીઇઓ નિશાંત પિટ્ટી અને વીપી કોર્પોરેટ સેલ્સ સુશ્રી રોલી સિન્હા ધરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઇઝમાયટ્રિપ ગુજરાતમાંથી આશરે ૬.૫ ટકા યુઝર ધરાવે છે અને કંપની ચાલુ વર્ષનાં અંત સુધીમાં રાજ્યમાં યુઝરની સંખ્યામાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો વધારો કરવાની યોજના ધરાવે છે. અમારા ગ્રાહકો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભૂજ, ભાવનગર અને ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી છે. ૧૬૦૦ કિલોમીટરનાં દરિયાકિનારા સાથે ભારતનાં પશ્ચિમમાં સ્થિત ગુજરાત ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, મસ્જિદો, મંદિરો અને ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક મહ¥વ ધરાવતાં વિવિધ સ્થળો ધરાવે છે. રાજ્યમાં અનેક સ્થળો અને કિલ્લાઓ છે, જેને હેરિટેજ હોટેલ્સમાં પરિવર્તિત કરવામાં આવ્યાં છે, જેથી પ્રવાસીઓ રાજ્યનાં જીવંત ઇતિહાસથી સતત પરિચિત રહી શકે. ગુજરાતમાં ૧૬ એરપોર્ટ છે, જે પ્રવાસીઓને રાજ્યનાં વિવિધ સ્થળો સાથે જોડે છે. વિશાળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક ઉમેરો છે, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.
ગુજરાતનાં પ્રવાસીઓની અવરજવર નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૮.૩ મિલિયનથી વધીને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૪.૮ મિલિયન થઈ હતી. ગુજરાતની મુલાકાત લેવા માટે મુખ્ય કારણ વ્યવસાય છે અને રાજ્યમાં બિઝનેસ ટ્રાવેલર્સનો હિસ્સો ૫૫ ટકા છે. ત્યારબાદ ધાર્મિક હેતુસર આવતા પ્રવાસીઓનો હિસ્સો ૩૬ ટકા છે. આ પ્રવાસીઓ વચ્ચે રાજ્યની વધતી લોકપ્રિયતા સૂચવે છે. ઇઝમાયટ્રિપના સહસ્થાપક અને સીઇઓ નિશાંત પિટ્ટી અને વીપી કોર્પોરેટ સેલ્સ સુશ્રી રોલી સિન્હા ધરે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રની વૃદ્ધિને સમજીને કંપનીએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર રૂ. ૫૦૦ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રૂ. ૨૦૦૦નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે, જે ગુજરાતનાં ગ્રાહકો માટે જ છે. આ માટે તેમણે ઇઝમાયટ્રિપ દ્વારા ફ્લાઇટ બુક કરવાની જરૂર છે અને તેમનાં ફ્લાઇટનાં બુકિંગ પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લેવા પ્રોમો કોડ ઇએમટી ગુજરાત એપ્લાય કરવો પડશે. ગુજરાત સુંદર રાજ્ય છે અને પ્રવાસન ક્ષેત્ર માટે ઊંચી સંભવિતતા ધરાવે છે. રાજ્ય વેપારીઓ અને વ્યાવસાયિકો માટેનું કેન્દ્ર છે.
દેશનાં વિવિધ વિસ્તારોમાંથી આવતાં કેટલાંક પ્રવાસીઓ અહીં વ્યાવસાયિક તકો શોધવા આવે છે તથા તેઓ ભવ્ય આકર્ષણો, સ્વાદિષ્ટ વાનગીઓ અને મેળાઓ અને ઉત્સવો દ્વારા રાજ્યની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. તેથી જ અમે ગુજરાતમાં ગ્રાહકો માટે કેટલીક પ્રમોશનલ ઓફર્સ રજૂ કરી છે. એર ટ્રાવેલર્સની વધતી સંખ્યા ઉપરાંત અમે ગુજરાતમાં હોટેલ સેગમેન્ટમાં સારો વ્યવસાય ઊભો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બિઝનેસ પોલિસી તરીકે ઇઝમાયટ્રિપ આ ક્ષેત્રમાં કાર્યરત અન્ય ઘણી કંપનીઓથી વિપરીત એની વેબસાઇટ પરથી એર ટિકિટ બુક કરાવવા માટે એનાં ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની કન્વેનિયન્સ ફી વસૂલતી નથી. ઇઝમાયટ્રિપ ટ્રાવેલ બુકિંગ્સને સરળ બનાવવા અને ગ્રાહકો માટે સાતત્યપૂર્ણ સેવા પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે અને તેનો ઉદ્દેશ ગ્રાહકોની તમામ ચિંતાઓ દૂર કરવાનો અને તેઓ સરળતાથી પ્રવાસ કરી શકે તે માટેનો છે.