અમદાવાદ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને ભારે ચર્ચા જગાવનાર સાધિકા પર દુષ્કર્મ કેસમાં આજે સુરત સેશન્સ કોર્ટ તેનો ચુકાદો સંભળાવનાર હતી, ત્યારે છેલ્લી ઘડીયે નારાયણ સાંઇએ એક કાગળ અને પેન માંગ્યા હતા અને બાદમાં જમીન પર બેસી તે કાગળમાં કોર્ટે અગાઉ તેમને દોષિત કરતો જે ચુકાદો તા.૨૬મી માર્ચે આપ્યો હતો, તેની પર પુનઃવિચાર કરવા માંગણી લખી હતી પરંતુ ન્યાયાધીશે તે માંગણી ધરાર ઠુકરાવી દીધી હતી અને આખરે નારાયણ સાંઇને સાધિકા પર દુષ્કર્મના ચકચારભર્યા કેસમાં જન્મટીપની આકરી સજા ફટકારી સમગ્ર સમાજમાં દાખલો બેસાડતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.