ભણવામાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સના વિકલ્પ પર વિચારણા કરતા રહે છે. જાણકાર લોકો કહે છે કે જે વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવાર ભણવામાં વધારે રસ ધરાવે છે તે લાઇબ્રેરી સાયન્સ કોર્સ કરી શકે છે. યોગ્યતા શુ છે તે સંબંધમાં જ્યારે લોકો પ્રશ્ન કરે છે ત્યારે તેનો જવાબ શિક્ષણશાસ્ત્રી અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એ આપે છે કે લાઇબ્રેરી સાયન્સ કોર્સમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ સેકેન્ડરી સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ અથવા તો તેના સમકક્ષની લાયકાત ધરાવતા હોવા જોઇએ. આ કોર્સની અવધિ છ માસની હોય છે. અંતિમ બે મહિના તો વિદ્યાર્થીઓને કોર્સના ગાળા દરમિયાન અર્ન વ્હાઇલ યુ સર્ન હેઠળ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેમને ૯૦૦ રૂપિયા પ્રતિ માસ પૈસા પણ આપવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટલ ઉમેદવારને કોઇ પણ પ્રકારની રકમ આપવાની હોતી નથી. નિષ્ણાંતો કહે છે કે આ કોર્સની ફી બિલકુલ વાજબી છે અને ફી ૬૫૦ રૂપિયા છે. રજિસ્ટ્રેશન ફી, ટ્યુશન ફી, કોશન ડિપોઝિટ અને એગ્ઝામિનેશન ફી પણ તેમાં સામેલ છે. એસસી-એસટી વિદ્યાર્થીઓને વધારે રાહત આપવામાં આવે છે.તેમને તો કોર્સ ફી પણ ચુકવવાની કોઇ જરૂર હોતી નથી. તેમને માત્ર ૨૦૦ રૂપિયા કોશન ડિપોઝિટ માટે જમા કરવાના હોય છે. આ કોર્સ ઓગષ્ટ મહિનામાં શરૂ થાય છે અને કુલ ૪૧ સીટો આમાં રહેલી છે. જે ૪૧ સીટો રહેલી છે તે પૈકી ૧૮ સીટો સામાન્ય અથવા તો જનરલ કેટેગરી માટે છે જ્યારે બાકી જુદી જુદી કેટેગરીમાં અનામત રહે છે. પ્રવેશ મેળવી લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને ૨૧મી જુલાઇ ૨૦૧૮ સુધી અરજી કરવાની જરૂર હોય છે. એપ્લીકેશનની પ્રક્રિયા ૨૧મી જુન ૨૦૧૮થી શરૂ કરવામાં આવી હતી. ફોર્મ સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી, તિવંનતપુરમથી મફતમાં મળી શકે છે. ફોર્મ આ જગ્યા ઉપરાંત સંસ્થાની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ સ્ટેટ લાઇબ્રેરી ડોટ કેરળ ડોટ ગોવ ડોટ ઇન પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. કેરળ સરકાર દ્વારા આ કોર્સ ધરાવે છે. તેમાં પ્રવેશ લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ પણ દર વર્ષે મોટી સંખ્યામાં રહેલા હોય છે.
કેરળ સરકાર દર વર્ષે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં સર્ટિફિકેટ કોર્સ યોજે છે. આકોર્સ સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી, તિરુવંનતપુરમના સહકાર સાથે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશનની તરફથી કરાવવામાં આવે છે. આ કોર્સનો મુખ્ય ઉદ્ધેશ્ય લાઇબ્રેરી સાયન્સની વાસ્તવિકતાને લઇને વાકેફ કરવાનો હોય છે. તેમના તરફથી આપવામાં આવતી માહિતી પણ ઉપયોગી સાબિત થાય છે. પોઝિટીવ આઉટ લુક આમાં ઉપયોગી સાબિત થાય છે. ભણવામાં રસ ધરાવતા લોકો લાઇબ્રેરી સાયન્સમાં કોર્સ કરી શકે છે. આમાં પોઝિટીવ આઉટલુક પણ વધારે સફળતા અપાવે છે. તમામ બાબતોને વધારે રસ સાથે શિખવા માટે ઇચ્છુક ઉમેદવારો આમાં પ્રવેશ કરી શકે છે. અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે.
વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશરમાં રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની સ્થિતિ ઉપયોગી છે. હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. લાઇબ્રેરી સાયન્સ કોર્સમાં પણ કેરિયર બનાવી શકાય છે. ઘણી સંસ્થાઓમાં આની પણ ડિમાન્ડ રહે છે.