દેશમાં કોઇ પણ પાર્ટીને કેન્દ્રમાં સત્તા પર આવવા માટે ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી ભૂમિકા અદા કરવી પડે છે અથવા તો ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી જીત મેળવી લેનાર પાર્ટીને જ કેન્દ્રમાં સત્તા મળે છે. છેલ્લી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ઉત્તરપ્રદેશમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને લગભગ તમામ સીટો જીતી લીધી હતી. મોદી લહેર વચ્ચે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપા જેવી મોટી પાર્ટીના સુપડા સાફ થઇ ગયા હતા. સૌથી ખરાબ હાલત ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની રહી છે. કોઇ સમય ખુબ મજબુત સ્થિતી ધરાવતી કોંગ્રેસ પાર્ટીની હાલત ૯૦ના દશકમાં ખરાબ થવાની શરૂઆત થઇ હતી અને આ સ્થિતી હજુ પણ અકબંધ રહી છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં તમામ સીટ પર એકલા હાથે મેદાનમાં છે.
કોંગ્રેસે પોતાની ગુમાવેલી સત્તા હાંસલ કરવા યુપી પર ખાસ ધ્યાન પણ કેન્દ્રિત કર્યુ છે. આ વખતે કોંગ્રેસી કાર્યકરોની વાતને સ્વીકારી લઇને પ્રિયંકા ગાંધી વાઢેરાને પણ પાર્ટીમાં સત્તાવાર રીતે સામેલ કરી લેવામાં આવ્યા બાદ તેમને ઉત્તરપ્રદેશમાં જ તમામ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા અને રાહુલ હાલમાં યુપીમાં સતત કાર્યક્રમો યોજીને પાર્ટીની સ્થિતીને મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ચાર તબક્કામાં મતદાન થયા બાદ કોંગ્રેસને કેટલો ફાયદો થયો છે તે બાબત પર હજુ સુધી માહિતી મળી શકી નથી. જા કે જાણકાર પંડિતો માને છે કે યુપીમાં તેના માટે રસ્તો મુશ્કેલ છે. કારણ કે તેની વોટ બેંક સપા-બસપા તરફ જતી રહી છે.છેલ્લી ચૂંટણીમાં તેનો દેખાવ પણ ખુબ નબળો રહ્યો હતો. મિશન ૨૦૧૯ને સફળ રીતે પાર પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ તો લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ તે પહેલા જ જારદાર તૈયારી કરી હતી.
ભાજપ પોતાના દાવ રમવામાં વ્યસ્ત છે. બીજી બાજુ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પોતાની પ્રતિષ્ઠા ફરી હાંસલ કરવા માટે તમામ દા લગાવી રહી છે. બંને પાર્ટી એકબીજાની દુશ્મન પાર્ટી હોવા છતાં ભાજપના વિજયી રથને રોકવા માટે બંને સાથે આવી ગયા છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ પાર્ટી પણ છે. જે ઉત્તરપ્રદેશમાં પોતાના અસ્તિત્વને લઇને પરેશાન છે. કોંગ્રેસ પાર્ટી પોતાની સારી સ્થિતીની આશામાં મંથનમાં લાગેલી છે. ગૌરખપુર-બસ્તી મંડળની નવ સીટો પર કોંગ્રેસની સ્થિતી સ્વતંત્રતા બાદથી જ ખુબ મજબુત રહી છે. દલિતો અને મુસ્લિમ સમુદાયના લોકો અહીં કોંગ્રેસને જીત અપાવે છે. પરંતુ સોશિયાલિસ્ટ આંદોલનમ, બસપાની સ્થિતી એકાએક મજબુત થઇ ગઇ છે. જેના લીધે કોંગ્રેસની વોટબેંક હાથમાંથી નિકળી ગઇ છે. સ્થિતી આજે એ થઇ ગઇ છે કે કોંગ્રેસ ક્યારેય નવની નવ સીટો પણ મજબુતી સાથે લડતી હતી પરંતુ આજે તેને સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. પહેલા અહીં તેના નવના નવ ઉમેદવારો જીતી જતા હતા. હવે એક એક સીટ માટે તરસવાની ફરજ પડી રહી છે. કેટલાક કેસોમાં તો સન્માનજનક વોટ પણ મળી રહ્યા નથી. જામીન બચાવવા માટેના પ્રયાસ કરવા પડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી રહી છે. રાહુલ ચોક્કસપણે આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
રાહુલે ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જીત અપાવી હતી. તે પહેલા ગુજરાતમાં અને ત્યારબાદ કર્ણાટકમાં આક્રમક પ્રચાર કરીને પાર્ટીની પ્રતિષ્ઠાને કેટલાક અંશે બચાવી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી સોફ્ટ હિન્દુત્વના મામલે મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની છાપને સુધારી દેવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં તેને ચોક્કસપણે ફાયદો થશે. જા કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સામે ચાર મોટી પાર્ટી રહેલી છે. જે મોટી આધારશીલા ધરાવે છે. જેમાં બસપા, સપા અને ભાજપ છે. આ પાર્ટી સામે ટક્કર લેવાની બાબત કોંગ્રેસ માટે હાલમાં શક્ય દેખાઇ રહી નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને નવેસરથી ધ્યાન આપવાની જરૂર છે. યુવા લોકોને વધારે જવાબદારી સોંપવાની જરૂર દેખાઇ રહી છે. રાહુલ ગાંધી માટે વ્યાપક ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસની પાર્ટીમાં લોકોને હવે વિશ્વાસ નથી . ચૂંટણી પરિણામ તેની સ્થિતી નક્કી કરી શકે છે.