અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનું મોજુ આજે અકબંધ રહ્યું હતું. શહેરી લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીનું પ્રમાણ હજુ પણ વધવાના સંકેત વચ્ચે લોકો તમામ પ્રકારની સાવચેતી હિટવેવના સકંજામાં ન આવે તે માટે રાખી રહ્યા છે. આજે અમદાવાદમાં પારો ૪૩.૭ રહ્યો હતો જ્યારે આવતીકાલે મહત્તમ તાપમાન ૪૩ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં ૪૩.૭ ઉપરાંત આજે ગાંધીનગરમાં પારો ૪૪.૧, અમરેલીમાં ૪૪, કંડલા એરપોર્ટમાં ૪૩.૭ સુધી પારો રહ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યભર માટ હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ હિટવેવને લઇને એક્શન પ્લાન અમલી કરવામાં આવ્યો છે. ગરમીનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે. લોકોને બહાર નિકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો કાળો કેર જારી રહ્યો છે. આજે પણ આગઝરતી ગરમીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં દેખાયા હતા. જા કે, આજે રવિવાર હોવાથી રજાનો માહોલ રહેતા બિનજરૂરીરીતે લોકો ઘરની બહાર નિકળ્યા ન હતા. એસી અને પંખાનો ઉપયોગ દિવસભર કરવામાં આવ્યો હતો. તીવ્ર હિટવેવની સ્થિતિ દક્ષિણ ગુજરાતના વલસાડ અને અન્ય વિસ્તારોમાં જાવા મળી રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, વેરાવળ, દિવ, ભાવનગર, કચ્છમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે લોકોએકામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. અમદાવાદ શહેર માટે રેડ એલર્ટની જાહેરાત બે દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની છે.