જરૂર જ્યારે ઓપરેશનની હોય છે ત્યારે માત્ર પાટા બાંધવાથી કોઇ કિંમતે કામ ચાલતુ નથી. છતાં સરકાર ઓપરેશનથી બચવા માટે હમેંશા નવા નવા પ્રયોગ કરતી રહે છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઇને થઇ રહેલા પ્રશ્નો પણ આવા જ છે. આ જીન પણ સતત ધુણે છે. આ ભુત વારંવાર બોટલમાંથી બહાર આવી જાય છે અને થોડાક સમય સુધી હોબાળો મચાવે છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતા પહેલા દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ હતી. ચૂટણી બાદ જે રીતે મતગણતરી થઇ તેના કારણે તમામ લોકો હેરાન થઇ ગયા હતા. ૬૦ હજાર મતોની ગણતરી કરવામાં ૧૪ કલાકનો સમય લાગી ગયો હતો. બે ત્રણ વખત મશીનમાં ખામી સર્જાઇ ગઇ હતી. જેના કારણે સમગ્ર પ્રક્રિયાને રોકી દેવાની પણ ફરજ પડી હતી. ભારે ધાંધલ ધમાલ અને હોબાળાની વચ્ચે આ ચૂંટણી યોજાઇ હતી.
વિવાદો વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મતગણતરીની પ્રક્રિયાને લઇને પણ પ્રશ્નો થવા લાગી ગયા હતા. હવે જે પ્રશ્નો ઉભા થયા છે તે પ્રશ્નનો જવાબ દરેક વ્યÂક્ત જાણવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસે ઇવીએમ સાથે ચેડા કરવાના આરોપ લગાવીને ચૂટણી નવેસરથી કરવાની માંગ કરી હતી. ખાસ બાબત એ છે કે ચૂંટણી પંચે ઇવીએમ મશીનોને લઇને પોતાને દુર કરી લીધા છે. ચૂંટણી પંચે કહ્યુ છે કે ચૂંટણી માટે તેમના દ્વારા મશીન આપવામાં આવ્યા ન હતા. સવાલમાંથી જ અન્ય એક સવાલ પણ નિકળે છે. દિલ્હી યુનિવર્સિટીને આ મશીનો ક્યાંથી મળી હતી. આ મશીનોની પ્રમાણિકતા કોના દ્વારા નક્કી કરવામાં આવી હતી. પારદર્શકતા લાવવા માટે વીવીપેટનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો ન હતો. ચૂંટણી લોકસભાની હોય કે પછ રાજ્ય વિધાનસભાની હોય કે પછી વિદ્યાર્થીઓની ચૂંટણી હોય પ્રક્રિયા તમામમાં એક સમાન હોય છે.
નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીનો મુખ્ય હેતુ રહે તે જરૂરી છે. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી યોજવા સાથે સંબંધિત બાબત નથી. ચૂંટણીની પારદર્શકતા સામે ઉઠનાર દરેક પ્રશ્નોનો જવાબ પણ લોકોને મળે તે જરૂરી છે. દિલ્હી યુનિવર્સિટીને આ બાબત દર્શાવવી જાઇએ કે તેના દ્વારા આ મશીનો ક્યાંથી મંગાવવામાં આવી હતી. જવાબ આ બાબતનો પણ મળવો જાઇએઅ કે ઇવીએમમાં એક હોદ્દા માટે દસમાં નંબરે રહેલા બટન પર ૪૦ વોટ કઇ રીતે પડી ગયા હતા. જ્યારે નોટા સહિત કુલ નવ જ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. ગંભીર બાબત એ છે કે ચૂંટણી પંચે જા મશીનો આપી ન હતી તો બીજી મશીનો પર વિશ્વાસ કઇ રીતે કરી શકાય છે. જ્યારે ભાજપના સમર્થિત ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા ત્યારે મશીનો યોગ્ય રીતે કામ કરી રહી હતી અને જ્યારે પાછળ થયા ત્યારે મશીનો ખરાબ થઇ ગઇ હતી અને તેમાં ટેકનિકલ ખામી સર્જાઇ ગઇ હતી. મામલો જેટલો ગંભીર છે તપાસ પણ એટલી જ ગંભીર રીતે થાય તે જરૂરી છે. ભવિષ્યમાં ફરી ચેડા ન થઇ શકે તે માટે પગલા લેવાની જરૂર ચોક્કસપણે દેખાઇ રહી છે. લોકશાહીમાં તમામ બાબતો પારદર્શક રહે તેના પર ઉચ્ચ સ્તરે કામ થાય તે પણ સમયની માંગ છે.