લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોત પોતાના દાવ લગાવી રહ્યા છે. જીત મેળવી લેવા માટે તમામ ઉમેદવાર અને પાર્ટી પોત પોતાની રીતે તમામ પ્રયાસ કરી રહી છે. ભોપાલની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજ્ઞાસિંહ ઠાકુરને ટિકિટ આપ્યા બાદ હવે ભાજપની ચારેબાજુ ટિકા થઇ રહી છે. કારણ કે તેઓ માલેગાંવ બ્લાસ્ટના આરોપી તરીકે છે. સાથે સાથે હાલમાં જામીન પર છે.
પ્રજ્ઞાની એટલા માટે પણ ટિકા થઇ રહી છે કે તેઓએ તબિયત ખરાબ હોવાને લઇને જામીન મેળવી લીધા છે. જો કે આજે ચૂંટણીને લઇને ખુબ સક્રિય દેખાઇ રહ્યા છે. મધ્યપ્રદેશની ભોપાલ સીટ પરથી તેમને ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપી દેવામા આવી છે. તેમની સામે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રઘાન દિગ્વિજય સિંહ મેદાનમાં છે. જામીન પર રહેલા અન્ય હાઇ પ્રોફાઇલ લીડરોમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લીડરોનો સમાવેશ થાય છે. રાજકીય વર્તુળોમાં તમામ પક્ષો એક સાથે દેખાઇ રહ્યા નથી. પ્રજ્ઞા સામે માલેગાંવ બ્લાસ્ટ મામલો છે. તમામ લોકો જાણે છે કે ૨૯મી સપ્ટેમ્બરના દિવસે મહારાષ્ટ્રના માલેગાવમાં શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપનીની પાસે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૦ લોકોના મોત થયા હતા. આશરે ૮૦ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એક બાઇક પાસે થયો હતો. મહારાષ્ટ્રમાં એટીએસે કહ્યુ હતુ કે બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી બાઇક પ્રજ્ઞા ઠાકુરની હતી.
વર્ષ ૨૦૧૧માં આ કેસ મહારાષ્ટ્રના એટીએસને સોંપી દેવામાં આવ્યો હતો. ૧૩મી મે ૨૦૧૬ના દિવસે એનાઇએ દ્વારા પુરાવાના અભાવમાં પ્રજ્ઞા સહિત પાંચ આરોપીઓની સામે તમામ આરોપો પરત લઇ લેવામાં આવ્યા હતા. ૨૫મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે મુંબઇની હાઇકોર્ટે પ્રજ્ઞાને શરતી જામીન આપી દીધા હતા. જામીનના આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે પ્રજ્ઞા બ્રેસ્ટ કેન્સરથી ગ્રસ્ત છે. તેની ચાલવાની સ્થિતી નથી. જામીન પર રહેલા પ્રજ્ઞાએ ૧૭મી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. એજ દિવસે પાર્ટીએ તેમને ભોપાલની ટિકિટ આપી દીધી હતી. પ્રજ્ઞાની સામે દિગ્વિજય ચૂંટણી મેદાનમાં છે. પ્રજ્ઞા ઉપરાંત સોનિયા ગાંધીની સામે પણ કેસ ચાલી રહ્યો છે. તેમની સામે નેશનલ હેરાલ્ડ કેસ છે. રાયબરેલી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં રહેલા સોનિયા ગાંધીની સામને નેશનલ હેરાલ્ડ કેસ છે. નેશનલ હેરાલ્ડ એકમાત્ર કેસ છે જેમાં ગાંધી પરિવારના સભ્યના નામો સીધી રીતે સામેલ છે. આ કેસને સુબ્રમણ્યમ સ્વામી કોર્ટમાં લઇ ગયા હતા.
દિલ્હીની પટિયાળા હાઉસકોર્ટ દ્વારા ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના દિવસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. ત્યારબાદથી મોદી તમામ મોટા મંચ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જામીન પર હોવાને લઇને ઉલ્લેખ કરતા રહ્યા છે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભાજપે નેશનલ હેરાલ્ડ કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાયબરેલી સીટ પરથી ભાજપે તેમની સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારી દીધા છે. જે એમએલસી રહી ચુક્યા છે. મામલો એ છે કે પંડિત જવાહર લાલ નહેરુએ નેસનલ હેરાલ્ડ અખબારની શરૂઆત કરી હતી. જેની માલિકી એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડની પાસે હતા. એજેએલ અન્ય અખબાર પણ પ્રકાશિત કરે છે. વર્ષ ૨૦૦૮માં એજેએલ દ્વારા અખબાર પ્રકાશિત ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં સુધી તેમના પર ૯૦ કરોડનુ દેવુ હતુ. ત્યારબાદ પાંચ લાખ રૂપિયાની રકમ સાથે બનેલી કંપની યંગ ઇન્ડિયન કંપનીની એન્ટ્રી થઇ હતી.
જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ૩૮-૦૩૦ ટકા હિસ્સો ધરાવે છે. બાકીની ૨૦ ટકા હિસ્સેદારી મોતીલાલ વહોરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝની હતી. કોંગ્રેસ પાસેથી યંગ ઇન્ડિયાને ૯૦ કરોડ આપવામાં આવ્યા હતા. જેના કારણે યંગ ઇન્ડિયાએ એજેએલના ૯૯ ટકા શેયર ખરીદી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસે યંગ ઇન્ડિયાના ૯૦ કરોડનુ દેવુ પણ માફ કરી દીધુ હતુ. પરિણામ એ રહ્યુ હતુ કે યંગ ઇન્ડિયાને એજેએલ લગભગ ફ્રીમાં હાથમં આવી જતા કોંગ્રેસને રાહત થઇ હતી. સ્વામીએ દલીલ કરી હતી કે રાજકીય પાર્ટીના ફંડનો ઉપયોગ વેપારી હેતુ માટે કરી શકાય નહી. રાહુલ ગાંધીની સામે પણ આ જ કેસ રહેલો છે. રાહુલ અમેઠીમાંથી ઉમેદવાર છે. તેમની સામે ભાજપના સ્મૃતિ ઇરાની મેદાનમાં છે. શશી થરુર, કન્હૈયા કુમાર પપ્પુ યાદવની સામે ગંભીર કેસ છે. શશી થરુર પત્નિ સુનંદા હત્યા કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. કન્હૈયા સામે દેશદ્રોહના આરોપ છે. ભારતના ટુકડે ટુકડે હોંગેના નારા લગાવવામાં આવ્યા હતા.