લોકસભાની ચૂંટણી માટે મતદાનનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ રાષ્ટ્રવાદના મુદ્દાને મુખ્ય રીતે મુદ્દો બનાવી રહ્યા છે. સાથે સાથે ઘુષણખોરીના મુદ્દા પર ચર્ચા થઇ રહી છે. રાજ્યોના પ્રવાસે રહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર એનઆરસીનો મુદ્દો જોરદાર રીતે ઉછાળી રહ્યા છે. ભાજપના લોકોનુ કહેવુ છે કે ભાજપ સરકાર કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી રાજસ્થાન સુધી તમામગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરીને તેમને દેશ બહાર કરવાના પ્રયાસમાં લાગી ગઇ છે. અમિત શાહે દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી ઘુસણખોરોને દેશમાં જ રાખવા માંગે છે અને તેમને વોટ બેંકની રાજનીતિ સાથે જોડી રહી છે. વર્ષોથી તેની આ ગતિવિધી જારી રહી છે.
શાહનુ કહેવુ છે કે ભાજપ માટે દેશની સુરક્ષા સર્વોપરિ છે. આના સાથે કોઇ પણ કિંમતે બાંધછોડ કરવામાં આવશે નહી. પાર્ટી કોઇ પણ કેમ ન હોય જ્યારે સત્તામાં હોય છે ત્યારે તેના માટે સુરક્ષા સૌથી મોટી બાબત હોય છે. સુરક્ષા સૌથી મોટો મુદ્દો હોવો પણ જોઇએ. દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘુસણખોરો કેમ આવી ગયા છે તે પણ મોટો સવાલ છે. આ મુદ્દો વારંવાર ચૂંટણી વેળા જ કેમ ઉઠાવવામાં આવે છે. જે રાજ્ય આસામમાં એનઆરસીની યાદી જારી કરવામાં આવી છે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી એ વખતે થઇ હતી જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર હતી. ત્યાં હવે ભાજપની સરકાર બની ગઇ છે.
દેશની સુરક્ષા, બાંગ્લાદેશી અને રોહિગ્યા ઘુસણખોરોનો મુદ્દો ચૂંટણીના દિવસોમાં જ મતોના ધ્રુવીકરણ માટે કેમ ઉઠાવવામાં આવે છે. શુ કોઇ પાર્ટી પાસે આ પ્રશ્નનો જવાબ છે. શુ સહમતી વગર એનઆરસીને લાગુ કરી શકાય છે. છેલ્લી રિપોર્ટમાં ન્યાયાલયોમાં આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે પણ વધારે તપાસ કર્યા વગર તેના અમલીકરણ પર હાલમાં પ્રતિબંધ મુકી દીધો છે. એનઆરસી કરતા વધારે જરૂર આજે દેશને આ બાબતની રહેલી છે કે રાજકીય પક્ષોમાં જે રીતની ઘુસણખોરી થઇ રહી છે તેને રોકવામાં આવે. વોટબેંકની રાજનીત ચૂંટણી નજીક આવતાની સાથે જ શરૂ થઇ જાય છે. દરેક પાર્ટી અન્ય મોટી પાર્ટીના નેતાને પોતાની તરફેણમાં લાવવા માટે પ્રયાસ કરે છે. આના માટે દરેક પાર્ટી દરેક પ્રકારની રમત રમે છે. તેમાં સફળતા પણ મેળવે છે.
સરકારો અને દળોમાં આંતરિક ઘુસણખોરીને પહેલા રોકવામાં આવે તે જરૂરી છે. આંતરિક ઘુસણખોરીના કારણે રાજનીતિ ખરાબ થઇ રહી છે. જો આંતરિક ઘુસણખોરીને રોકવામાં આવશે તો તમામ સમસ્યા જાતે જ દુર થઇ જશે. આંતરિક ઘુસણખોરીને રોકવાના પ્રશ્ન પર કો પણ રાજકીય પક્ષ સહમત થાય તેવા કોઇ સંકેત નથી. છેલ્લા ૭૦ વર્ષથી આ પ્રકારની પ્રથા ચાલી રહી છે અને આગામી વર્ષોમાં પણ આ પ્રથા જારી જ રહેશે. રાજકીય પક્ષો પોતાની તકલીફને દુર કરી શક્યા નથી. લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો બનજરૂરી રીતે મુદ્દા પર તેમની રજૂઆત કરી રહ્યા છે.