દેશમાં હાલમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં સેનામાં જવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. હવે ભારતીય નૌકા સેના અથવા તો ઇન્ડિયન નેવીમાં ભરતી થવાને લઇને યુવાનો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. મરિન એન્જિનિયરિંગની નોકરી પણ ખુબ પ્રતિષ્ઠિત નોકરી છે. તમને દરિયાઇ લહેર પોતાની તરફ આકર્ષિત કરે છે તો આ ક્ષેત્રમાં પણ એક સફળ કેરિયર બનાવી શકાય છે. સાથે સાથે આ ક્ષેત્રે સફળ કેરિયર બનાવવા અંગે વિચારણા કરી શકાય છે. મરિન એન્જિનિયરિંગ અને નોટિકલ સાયન્સના ક્ષેત્રમાં પોતાની કેરિયર બનાવી શકાય છે. આ ક્ષેત્રમાં શરૂઆતમાં જ પગાર ધોરણ પણ ખુબ સારા રહેલા છે. મરિન એન્જિનિયરિંગ ખુબ જ પડકારૂપ ભરેલી કેરિયર છે.
કારણ કે ખુબ વધારે સમય સુધી જહાજોમાં પણ રહેવાની ફરજ પડે છે. અલબત્ત આના કારણે દેશ વિદેશમાં ફરવા માટેની તક પણ મળે છે. આવી સ્થિતીમાં તમે રોમાંચની લહેર પર કેરિયર જહાજ ચલાવી શકો છો. જા તમે બીટેક મરિન એન્જિનિયરિંગ અથવા તો બીએસસી નોટિકલ સાયન્સ કોર્સ કરી ચુક્યા છો તો આપના માટે નોકરીની અનેક તક રહેલી છે. આ કોર્સમાં દાખલ થવા માટે કેએલ મરિન એન્ટ્રેસ એગ્ઝામ લેવામાં આવે છે.આ સંબંધમાં માહિતી વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. ડીજી શિપિંહ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના મરિન પ્રોગ્રામમાં એડમિશન માટે કેએલ મરિન એન્ટ્રેસ એગ્ઝામનુ આયોજન કરવામાં આવે છે. આ એન્ટ્રેસ ટેસ્ટ મારફતે ખુબ મરિન એન્જિનિયરિંગ કોલેજોમાં બીટેક મરિન એન્જિનિયરિંગ અને બીએસસી નોટિકલ સાયન્સમાં પ્રવેશ આપવામાં આવે છે. ચાર વર્ષીય ડિગ્રી કોર્સ બીટેક મરિન એન્જિનિયરિંગ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ, ભારત સરકાર અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનોલોજી એજ્યુકેશનથી મંજુર કરવામાં આવ્યા છે.
બીજી બાજુ બીએસસી નોટિકલ સાયન્સ પણ ડાયરેક્ટર જનરલ શિપિંગ, ભારત સરકાર અને સંબંધિતોથી માન્યતા પ્રાપ્ત છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને નેવિગેશન, વોચ કિપિંગ, શીમેન શિપ, કાર્ગો, બ્રિજ ઇક્વિપમેન્ટ જેવી બાબતોમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કોર્સને પૂર્ણ કરીને તમે મરિન એન્જિનિયરિગ અને નોટિકલ સાઇન્સના ક્ષેત્રમાં શાનદાર માહિતી મેળવી શકો છો. સાથે સાથે એક શાનદાર કેરિયર નિર્માણની તક મળી શકે છે. બીટેક મરિન એન્જિનિયરિંગ અને બીએસસી નોટિકલ સાયન્સ માટે અરજી કરનારની લાયકાતની વાત કરવામાં આવે તો કોઇ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ૧૨માં ભૌતિક શાસ્ત્ર, કેમિસ્ટ્રી અને ગણતિમાં ઓછામાં ઓછા ૬૦ ટકા માર્દ રહે તે જરૂરી છે. સાથે સાથે ધોરણ ૧૦માં અને ૧૨માં ઇંગ્લિશ વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક રહે તે જરૂરી છે. બીટેક માટે ઉમેદવારમાં રિટન અને સ્પોકન ઇંગ્લિશમાં કુશળતા રહે તે જરૂરી છે. આ પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા પહેલા ઉમેદવારને આ બાબતનુ ધ્યાન રાખવુ જોઇએ કે તેની વય ટ્રેનિંગ કાર્યક્રમ શરૂ થતા પહેલા ૨૫ વર્ષથી વધારે હોવી જોઇએ નહીં.
આની સાથે જ કોઇ બહારની સહાય વગર અથવા તો ૬-૬ આઇ સાઇટ રહે તે જરૂરી છે. કલર બ્લાઇન્ડસનેસ પણ ન રહેવી જોઇએ. અત્રે નોંધ લેવા લાયક બાબત એ છે કે પ્રવેશ મેળવતી વેળા ઉમેદવારના મેડિકલ ટેસ્ટ ડીજી શિપિંગ ભારત સરકાર દ્વારા રહે તે જરૂરી છે. આ ફિલ્ડમાં કેટલાક શાનદાર કેરિયર વિકલ્પ રહેલા છે. જેમાં નેવિગેશન ઓફિસર, મરિન એન્જિનિયરિંગ, ક્રુ મેમ્બર્સનો સમાવેશ થાય છે. એક ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની જરૂર હોય છે. ફોર્મ ભરતી વેળા કોઇ પણ ખોટી માહિતી ન જાય તેની કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. અરજી ફોર્મની સાથે નિર્ધાિરત રેજિસ્ટ્રેશન ફિ પણ ઓનલાઇન જ જમા કરવામાં આવે છે.ત્રણ કલાક સુધી પેપર ચાલે છે. સવારે ૧૦ વાગ્યાથી ૧.૩૦ વાગે સુધી પરિક્ષા લેવામાં આવે છે. દેશના પ્રમુખ શહેરોમાં પરિક્ષા યોજવામાં આવે છે. ૧૮૦ મિનિટની અવધિ હોય છે. જેમાં મલ્ટીપલ ચોઇસ ટાઇપના ૨૦૦ સવાલ પુછવામાં આવે છે. જેમાં મેથ્સ, સાયન્સ, જનરલ નોલેજના પ્રશ્નો પણ હોય છે. પેપર હિન્દી અથવા તો ઇંગ્લિશ કોઇ પણ માધ્યમમાં આપી શકા છે. મરિન એન્જિનિયરિગમાં ખુબ શાનદાર કેરિયર છે. પગાર પણ ખુબ ઉંચા મળે છે.