અમદાવાદ : ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણીમાં આજે ઉનાળાની ગરમીના પ્રકોપ, થોડી નિરૂત્સાહતા અને છેલ્લા બે કલાકમાં ભારે ધસારા બાદ એકંદેર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આજે સરેરાશ ૬૨.૪૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ ખાતે ૭૪.૦૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જયારે સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૫૩.૭૫ ટકા જેટલું નોંધાયું હતું.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપ વિસ્તારની સ્કૂલમાં રૂમ નંબર-૩ ખાતે મતદાન કર્યું
• ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું
• ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીએ સેક્ટર-૨૦માં મતદાન કર્યું હતું
• કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ એસજી હાઇવે પરની ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ખાતે મતદાન કર્યું
• દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી ખાનપુર વિસ્તારમાં ભરડીયા વાસમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં મતદાન કર્યું
• રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ શીલજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
• રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ રાજકોટના હરિહર હોલમાં આવેલા બુથ નં ૨૬૨માં મતદાન કર્યું
• રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે રાજકોટમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મતદાન કર્યું
• એનસીપીમાં જાડાયેલા શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના વાસણ ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો
• કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને દિગ્ગજ એહમદ પટેલે ભરૂચના પીરામણ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતુ
• વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોરબંદર મોઢવાડા ખાતે મતદાન કર્યું
• કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલે ડભોઇ ખાતે મતદાન કર્યું
• ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ સેકટર-૬ ગાંધીનગર ખાતે મતદાન કર્યું
• કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોડકદેવ ખાતે મતદાન કર્યું
• કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ મતદાન કર્યું
• રાજકોટમાં કેશુભાઈ પટેલે સરસ્વતી શિશુ મંદિરમાં મતદાન કર્યું
• જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પુનમ માડમે મતદાન કર્યું
• જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પત્ની સાથે મતદાન કર્યું
• સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા પરિવાર સાથે મતદાન
• ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગરના વિક્ટોરીયા પાર્ક સામે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં મતદાન કર્યું
• અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયાએ તેમના પરિવાર સાથે પોતાના વતન ચરખડીયા ગામે મતદાન કર્યું
• પોરબંદર લોકસભાના ઉમેદવાર અને ગોંડલના વતની રમેશભાઇ ધડુકના કુટુંબીજનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
• ધડુક પરિવારના વટવૃક્ષ સમાન સંતોકબેન કેશવજીભાઇ ધડુક ઉંમર વર્ષ ૧૦૨ ચાર પેઢીઓ સાથે મતદાન કર્યું.
• કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણમાં મતદાન કર્યું
• જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ કલ્યાણપુરના દેવરિયા ગામે મુળુભાઇ કંડોરિયાએ મતદાન કર્યું
• રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પરિવાર સાથે રાજકોટ રૈયા રોડ પર આવેલી અનિલ જ્ઞાન મંદિર શાળામાં મતદાન કર્યું
• મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલયમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ મતદાન કર્યું
• પોરબંદર લોકસભા બેઠકના કોંગેસના ઉમેદવાર લલીત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું
• કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પોતાના ગામ ઇશ્વરીયા ખાતે મતદાન કર્યું
• ગોંડલ અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું, રાજકોટમાં ધનસુખ ભંડેરીએ મતદાન કર્યું
• હાસ્યકલાકાર સાંયરામ દવેએ રાજકોટમાં મતદાન કર્યું
• જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશે તેમના ૮૪ વર્ષના માતા માલુબેન સાથે ઉના તાલુકાના દૂધાળા ગામે મતદાન કર્યું
• ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અક્ષર મંદીર ગુરુકુલ ખાતે મતદાન કર્યુ.
• પદ્મશ્રી વલ્લભભાઈ મારવણિયાએ પુત્ર અરવિંદભાઈ અને પૌત્રી મયુરી સાથે જઈ મતદાન કર્યું
• ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટના મતદાન મથકે પિતા સાથે પહોંચી મતદાન કર્યું હતું
• ક્રિકેટર ઇરફાન પઠાણે પણ પોતાની નાનકડી પુત્રી સહિત પરિવારજનો સાથે વડોદરામાં મતદાન કર્યું
• જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પરિવારજનો સાથે મામદપુરા ખાતેના મતદાન મથકે મતદાન કર્યું
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more