આમાં કોઇ શંકા નથી કે યોગથી મોટા ભાગની બિમારીની સારવાર શક્ય છે. જો કોઇ વ્યક્તિ નિયમિતરીતે યોગાભ્યાસ કરે છે તો તે રોગમુક્ત રહે છે. સાથે સાથે કેટલીક બિમારી જો તેને પહેલાથી જ રહી ચુકી છે તો તે બિમારી પણ ધીમે ધીમે દુર થવા લાગી જાય છે. શરીરને રોગમુક્ત રાખવા માટે નિયમિત યોગ કરવાની સલાહ નિષ્ણાંત લોકો દ્વારા આપવામાં આવી રહી છે. દરરોજ યોગ કરવાથી અસ્થમા, જેવી જુની બિમારી પણ દુર થાય છે. સાથે સાથે ડાયાબિટીસની સારવાર પણ યોગ મારફતે થઇ શકે છે. પરંતુ આના માટે જરૂરી છે કે સૌથી પહેલા બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં આવે. માઇગ્રેનથી પણ યોગથી રાહત મળે છે. નિષ્ણાંત કહે છે કે માઇગ્રેનનુ મુખ્ય કારણ દિમાગ સુધી લોહી નહીં પહોંચવાનુ છે.
પુરતા પ્રમાણમાં જ્યારે લોહી પહોંચતુ નથી ત્યારે આઈ સમસ્યા ઉભી થઇ જાય છે. યોગની મદદથી સરળતાથી મગદ સુધી લોહી પહોંચી જાય છે. માઇન્ડમાં ફ્રેશનેસ બની રહે છે. માઇગ્રેન હોવાની સ્થિતીમાં શિર્સાસન અને હેડ સ્ટેન્ડ કરવાથી ફાયદો થાય છે. સુર્યનમસ્કાર કરવા માટેની પણ સલાહ આપવામાં આવે છે. પીઠના નિચલા હિસ્સામાં પીડા થવાની બાબત કષ્ટદાયક હોય છે. પ્રોફેશનલ અને કામકાજી લોકોને આ તકલીફનો સામનો સામાન્ય રીતે કરવો પડે છે. આવી સ્થિતી થવાની સ્થિતીમાં કેટલાક યોગ આસાન કરવાથી લાભ થાય છે. જેમા શલભ આસન, સરળ ભુજંગ આસન, મર્કેટ આસનનો સમાવેશ થાય છે. યોગથી ડિપ્રેશનને પણ દુર કરી શકાય છે. યોગ મારફતે ફીલ ફ્રેશર ફેક્ટર આવે છે. કોઇ પણ વ્યક્તિ લાઇફને નવેસરથી ફ્રેશ રીતે આગળ વધારી દેવા ઇચ્છુક લોકોએ યોગની સાધના થોડાક સમય સુધી કરવી જોઇએ.
ડિપ્રેશનમાં સિંહાસન, કરટક ક્રિયા અને જળ નિતી ક્રિયા જેવા યોગ ઉપયોગી સાબિત થાય છે. ઓફિસમાં વર્કલોડ અમને હાઇપર ટેન્શનનો શિકાર બનાવે છે. આના કારણે યોગથી ફાયદો થાય છે. હાઇ બ્લડ પ્રેશર કેટલીક બિમારીની જડ તરીકે છે. જો હાઇપર ટેન્શનને નિયંત્રિત કરી લેવામાં આવે તો કેટલીક બિમારી તો એમ જ દુર થઇ શકે છે. મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીશથી પરેશાન છે.તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્કીની ઇન્ડિયાસ ટ્વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે.
ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીશ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યક્તિ હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે. એક માત્ર મહારાષ્ટ્ર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. ૮ રાજ્યોને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સ્પોન્સર કરીને કરવામાં આવેલા અભ્યાસમાં આઠ રાજ્યોના મોટા શહેરોમાં રહેતા ૧૬,૦૦૦ લોકોને આવરી લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભારતમાં યોગ દિવસની ઉજવણી જોરદાર રીતે કરવાની તૈયારી ચાલી રહી છે.
યોગ દિવસને ચાર વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળ્યા બાદ તેનુ મહત્વ દુનિયાના દેશોમાં વધી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે યોગને લઇને ખુબ ગંભીર છે. મોદી નિયમિત રીતે સવારમાં યોગ અભ્યાસ કરે છે. હાલમાં તેમના વિડિયોના કારણે પણ લોકોમાં તેમની ચર્ચા જોવા મળી હતી.