તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભોજનના પાચન પહેલા જ ફળ ખાવામાં આવે તો પણ નુકસાન થાય છે. ભોજના પાચન પહેલા ફળ ખાવાથી એસિડિટી થાય છે. ફળને ખાલી પેટ ખાવાથી જ સૌથી વધારે ફાયદો થાય છે. આવી સ્થિતામાં શરીર તમામ પૌષક તત્વોને સરળાથી વહેન કરી લે છે. નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે ભોજન કરવામાં આવ્યા બાદ બે કલાક પછી ફળ ખાવાથી લાભ થાય છે.
સામાન્ય રીતે લોકો ભોજન કર્યા બાદ તરત જ ફળ ખાઇ નાંખે છે. જે યોગ્ય તરીકો નથી. ફળ હમેંશા ખાલી પેટ ખાવામાં આવે તે જરૂરી છે. ફળના પાચનમાં માત્ર ૨૦ મિનિટો સમય લાગે છે જ્યારે બીજી ચીજાના પાચનમાં ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગે છે. આને ભોજનની સાથે અથવા તો તરત ખવાથી પરેશાની થાય છે. એસિડિટી થઇ જાય છે.
ફળ મોડેથી પાચનમાં થાય છે જેથી તેની અંદર રહેલા પૌષક તત્વો પણ ખતમ થઇ જાય છે. જેથી પેટમાં એસિડિટી થાય છે. સતત આવુ કરવામાં આવે તો પાચનતંત્રને નુકસાન થાય છે. આના કારણે પુર્ણ પૌષક તત્વો શરીરને મળતા નથી. કેળા પણ ક્યારેય સવારમાં ખાલી પેટ ખાવા જોઇએ નહીં. અન્ય ફળ ખાલી પેટ ખાવાથી લાભ થાય છે.