છત્તિસગઢમાં લોકસભાની ચૂંટણીમાં સીધી ટક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ વચ્ચે છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ તમામને ચોંકાવી દઇને છત્તિસગઢમાં જોરદાર દેખાવ કર્યો હતો. ત્યારબાદથી મુખ્યપ્રધાન ભુપેશ સરકારની જવાબદારી વધી ગઇ છે. તેમની કોંગ્રેસ સરકાર રાજ્યમાં બન્યા બાદ ચાર મહિનાનો ગાળો થયો છે. આવી સ્થિતીમાં તેમની લોકપ્રિયતાની પણ કસૌટી થનાર છે. છત્તિસગઢમાં સામાન્ય રીતે અલગ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ રાજકીય પંડિતો માને છે કે અહીં સીધી સ્પર્ધા બઘેલ અને મોદી વચ્ચે થનાર છે. બંનેના નામ પર બંનેની પાર્ટીને લોકો મત આપનાર છે. છત્તિસગઢમાં લોકસભાની ચૂંટણી પહેલા મતદારો વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં સૌથી મોટી મુદ્દો બેરોજગારી છે. આ વિષય પર વિદ્યાર્થીઓ તેમના અભિપ્રાય આપી રહ્યા છે. છત્તિસગઢમાં ચૂંટણીને લઇને કેટલીક દુવિધા છે.
રાયપુર, બિલાસપુર, દુર્ગ અને કોરબા સીટ પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. તમામ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. દરેક સીટ પર ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રપધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ ઉમેદવાર અને મુખ્ય ચહેરા તરીકે છે. ચૂંટણી સભાથી લઇને જનસપંર્ક સુધી આ ચારેય સીટ પર સ્થાનક મુદ્દાની કોઇ વાત થઇ રહી નથી. જ્યારે ચારેય સીટ પરબેરોજગારી , સિચાઇ માટે વીજળી અને પાણી જેવા મુદ્દા રહેલા છે. કાયદો અને ન્યાયના મુદ્દાને પણ લોકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાક લોકો એવી વાત કરતા પણ જાવા મળી રહ્યા છે કે પાકિસ્તાનને પ્રથમ વખત આ પ્રકારનો કડક જવાબ આપવામાં આવ્યો છે. કોઇ અન્ય નેતા આવા જવાબ આપી શકે નહીં.
રાયપુરમાં છ વખતના સાંસદ રમેશ બેસની જગ્યાએ ભાજપે આ વખતે પૂર્વ મેયર સુનિલ સોનીને ટિકિટ આપી દીધી છે. કોંગ્રેસમાંથી રાયપુરના વર્તમાન મેયર પ્રમોદ દુબે ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ વિસ્તારની નવ વિધાનસભા સીટ પૈકી છ કોંગ્રેસ પાસે, બે ભાજપ પાસે અને એક અજિત જાગીની પાર્ટીની પાસે છે. સુનિલ સોની પોતાના વિકાસ કામોની વાત કરતા કરતા મોદીના રાષ્ટ્રવાદના મુદ્દા સુધી પહોંચી જાય છે. બીજી બાજુ પ્રમોદ દુબે વિકાસની વાત કરીને રાજ્ય સરકારની સિદ્ધીઓની વાત કરવા લાગી જાય છે. સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી કોઇ સ્ટાર પ્રચારકો પહોંચ્યા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી સૌથી મોટા નેતા અને સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી પોતે પ્રચાર કરી ચુક્યા છે. દુર્ગ અને બિલાસપુરમાં પણ આવી Âસ્થતી છે. દુર્ગ મુખ્યપ્રધાન બઘેલના વતન વિસ્તાર તરીકે છે.તેમના રાજકીય ગુરૂની પુત્રી પ્રતિમા ચંન્દ્રાકર કોંગ્રેસના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીએ ભુપેશના ભત્રીજા વિજય બઘેલને ટિકટ આપી છે. જાતિગત સમીકરણમાં બંને એક સમાન નજરે પડે છે. બિલાસપુરની વાત કરવામાં આવે તો અહી કોંગ્રેસના અટલ શ્રીવાસ્તવ ભાજપના અરૂણ સાવની સામે મેદાનમાં છે.
આ સીટ પરંપરાગત રીતે ભાજપની રહી છે. કોરબાની વાત કરવામાં આવે તો અહીં કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાના અધ્યક્ષ ચરણદાસના પત્નિ જ્યોત્સનાને ટિકિટ આપી છે. ૧૬મી એપ્રલના દિવસે મોદીએ સભા કર્યા બાદ અહીં રાજકીય ગરમી વધી ગઇ છે. મોદી, અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી પણ પહોંચનાર છે. છત્તિસગઢમાં લોકસભાની ૧૫ સીટો રહેલી છે. આ સીટ પર તીવ્ર સ્પર્ધા રહેલી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીની સામે નવા પડકારો ઉભા થઇ ગયા છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં કેવી સ્થિતી રહે છે તેને લઇને ગણતરી શરૂ થઇ ગઇ છ. બઘેલના નામ પર કોંગ્રેસ પાર્ટી મેદાનમાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તો મોદી પર આધારિત દેખાઇ રહી છે.