કાનપુર : ભારતમાં જુદી જુદી ટ્રેન દુર્ઘટનાઓના કારણે છેલ્લા થોડાક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. રેલવે દ્વારા અકસ્માતોને રોકવા નિર્ણાયક પગલા લીધા હોવા છતાં પણ બનાવો બની રહ્યા છે. મોટાભાગના અકસ્માતો માનવ રહિત રેલવે ક્રોગીંસ ખાતે થયા છે. સાથે સાથે ટ્રેક પરથી ટ્રેન ખડી પડવાના કારણે અકસ્માતો થાય છે. નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માનવ રહિત રેલવે ક્રોસીંગ પર થયેલા અકસ્માતો વધુ ખુવારી થઈ છે. રેલવે બોર્ડે કહ્યું છે કે વર્ષ ૨૦૦૬-૦૭માં માનવ વગરના રેલવે ક્રોસીંગના કારણે મોતનો આંકડો ૧૪૬ હતો જે ૨૦૦૭-૦૮માં ૧૪૮ હતો. ૨૦૦૮-૦૯માં મોતનો આંકડો ૧૨૯ હતો. વરસવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૦-૧૧માં ટ્રેન અકસ્માતોના કારણે સૌથી વધુ સંખ્યામાં ૩૭૪ લોકોના મોત થયા હતા.
૨૦૦૬-૦૭માં ૨૦૮ લોકોના મોત થયા હતા. ૨૦૦૭-૦૮માં ૧૯૧ લોકોના મોત થયા હતા. રેલવે બોર્ડના જણાવ્યા મુજબ ટ્રેન ટકરાઈ જવાના કારણે પણ ૨૦૧૦-૧૧માં સૌથી વધુ ૨૩૯ લોકોના મોત થયા હતા. ૨૦૧૦-૧૧માં આંકડો ખૂબ વધુ છે. . છેલ્લા કેટલાક વર્ષના ગાળામાં ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ૩૦૦૦ હજાર કરતા વધારે છે. જે પૈકી ૨૦૧૦-૧૧માં ૪૬૯ લોકો ઘાયલ થયા હતા.
૨૦૦૬-૦૭માં ઘાયલોની સંખ્યા ૪૦૨ હતી. રેલવે બોર્ડે તમામ પ્રકારની માહિતી વિગતવાર ઉપલબ્ધ કરાવી છે. ટ્રેન અકસ્માતોની સંખ્યા અને તેના કારણે વધુ સંખ્યામાં લોકોના મોતનો આંકડો વધ્યો છે. રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલાં લીધા છે જેના લીધે અકસ્માતો હાલમાં ઘટ્યાછે.