અમદાવાદ : પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા મોર્નિગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે અચાનક હવામાનમાં જબરદસ્ત પલ્ટો આવ્યો હતો અને વાતાવરણ એકદમ વાદળછાયુ અને ઠંડકવાળુ બનવાની સાથે સાથે જારદાર રીતે પ્રચંડ પવન સાથેનું વાવાઝોડું ફુંકાયું હતું. અમદાવાદ શહેર, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને તો, સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ધ્રોલ, ટંકારા સહિતના પંથકોમાં તો કરા સાથેનો જોરદાર વરસાદ તૂટી પડયો હતો.
- પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારો ઉપર મો‹નગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ
- અમદાવાદ સહિત રાજ્યભરમાં એકાએક હવામાનમાં જારદાર પલટો
- પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક જગ્યાઓએ નુકસાન
- વરસાદ સંબંધિત બનાવોમાં સાત લોકોના મોત થયા
- સૌરાષ્ટ્ર, મોરબી, વાંકાનેર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ
- બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર અને વાવમાં વરસાદ તથા કરા પડ્યા
- ખેડૂતોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું
- ભારે વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન ખોરવાયું
- ધૂળ ભરેલી આંધી ચાલી
- વિજાપુર સહિતના વિસ્તારોમાં જનજીવન ઉપર અસર થઇ
- અનેક જગ્યાઓએ છાપરા ઉડ્યા હોવાના પણ સમાચાર
- પાકિસ્તાનની સરહદે આવેલા સુઇ ગામથી લઇ પાલનપુર અને ભાભરમાં પણ વરસાદ
- વિજળી પડવાના અનેક બનાવો બન્યા
- સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો
- અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીથી રાહત મળી
- રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા આશ્ચર્ય જાવા મળ્યું
- ભરઉનાળે કમોસમી વરસાદ
- અનેક ઉમેદવારોના ચૂંટણી પ્રચારને પણ અસર થઇ શકે છે
- અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ બાઇક સ્લીપ થઇ જવાના બનાવો બન્યા
- વૃક્ષો ધરાશાયી થવા, વિજળી પડવા અને અકસ્માતોના બનાવો બન્યા
- ૧૭મી સુધી વરસાદી માલ રહેવાની શક્યતા
- મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની વકી
- ઉત્તર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે વરસાદ પડવાની ચેતવણી