ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ફરી એકવાર શંકાના ઘેરામાં છે. આ હોબાળો પણ એ સમય થઇ રહ્યો છે જ્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. જ્યારે ઓરિસ્સામાં ત્રણ તબક્કામાં મતદાન હજુ બાકી છે. ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. ૨૧ રાજકીય પક્ષોએ ફરી એકવાર બેઠકો કરીને ઇવીએમની કાર્યપ્રણાળીની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પ્રક્રિયાને શંકાસ્પદ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. આ રાજકીય પક્ષોએ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં જવાની વાત રજૂ કરી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ટીડીપી જેવા રાજ્કીય પક્ષોએ આ બેઠક યોજીને ઇવીએમ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
આ લોકોએ માંગ કરી છે કે દરેક નિર્વાંચન ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૫૦ ટકા મતદાન કેન્દ્ર પર ઇવીએમના મતના મિલાનને વીવીપેટની પરચી સાથે કરવામાં આવે. ઇવીએમથી સૌથી વધારે નારાજ તેલુગુ દેશમ પાર્ટીના વડા ચન્દ્રાબાબુ નાયડુ દેખાયા છે. તેમનુ કહેવુ છે કે ખુબ ઓછા દેશ એવા રહ્યા છે જ્યાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જર્મની, નેધરલેન્ડ જેવા દેશો પણ વિકસિત દેશ છે પરંતુ ત્યાં મતદાન પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ જ્યાં ટીડીપી પાર્ટી સત્તામાં રહેલી છે. ૧૧મી એપ્રિલના દિવસે લોકસભાની ૨૫ બેઠકો પર વિધાનસભાની ૧૭૫ સીટ પર મતદાન થઇ ચુક્યુ છે. નાયડુને શંકા છે કે ઇવીએમમાં ગેરરિતી થઇ છે. અહીં તેમની ટક્કર જગન મોહન રેડ્ડીની સામે છે. નાયડુ વિધાનસભા ક્ષેત્રોમાં પણ ૨૫ ટકા ઇવીએમનુ મિલન વીવીપેટ સાથે કરાવી લેવાની માંગ કરી છે. નાયડુએ ચૂંટણી પંચ પર પણ રાજ્યમાં બંધારણીય કર્તવ્યોનુ પાલન ન કરવાનો આક્ષેપ કર્યો છે.
જો કે સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહમાં જ આદેશ આપી દીધો છે કે દરેક નિર્વાચન ક્ષેત્રમાં પાચ ટકા મતદાન કેન્દ્ર પર વીવીપેટ પરચી સાથે મિલન કરવામાં આવે તે જરૂરી છે. એ વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે કોઇ રાજકીય પાર્ટીએ વાંધો ઉઠાવ્યો ન હતો. એ વખતે આને કાયદાની જીત તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી હતી. હવે એકાએક ઇવીએમથી વિરોધ પક્ષોનો ભંગ કઇ રીતે થઇ ગયો છે તે બાબત સમજી લેવાની જરૂર છે. તમામ લોકો સારી રીતે જાણે છે અને આ બાબતથી ઇન્કાર પણ કરી શકે નહીં કે ચૂંટણી મતદારો જીતાડે છે કોઇ ઇવીએમથી ચૂંટણી જીતાતી નથી. રાજકીય પક્ષોએ સામાન્ય લોકોની અંદર વિશ્વાસ જગાવવાની જરૂર હોય છે. મશીન પર વારંવાર પ્રશ્નો કરવાની બાબત બિલકુલ આધારવગરની છે. ખુબ ઓછા એવા દેશ છે જ્યાં ઇવીએમનો ઉપયોગ થઇ રહ્યો છે. જો મતદારોનો વિશ્વાસ જીતવો છે તો બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ આ બેઠકમાં સામેલ થયા હતા. પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવા લાગી ગયા છે. અમને લાગતું નથી કે ચૂંટણી પંચ આના ઉપર ધ્યાન આપી રહ્યું છે.
એવી ફરિયાદ ઉઠી છે કે, જો કોઇ વ્યક્તિ એક્સ પાર્ટીને મત આપે છે તો મત વાય પાર્ટીને મળે છે. વીવીપેટમાં પણ પરચીઓ સાત સેકન્ડની જગ્યાએ માત્ર ત્રણ સેકન્ડ નજરે પડે છે. ઇવીએમને લઇને વિરોધ પક્ષો ફરી એકત્રિત થઇ રહ્યા છે. આને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. આજે યોજાયેલી મહાગઠબંધનની બેઠક ઉપર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામ પહેલા જ મહાગઠબંધને હાર સ્વીકારી લીધી છે અને ઇવીએમને લઇને પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. કહેવાતા ગઠબંધનને હારનો ભય સતાવી રહ્યો છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહાએ કહ્યું છે કે, દિલ્હીમાં જે બેઠક થઇ છે તેમાં આ લોકોને ખબર પડી ગઇ છે કે, પ્રથમ તબક્કામાં માહોલ કયા દિશામાં રહ્યો છે. મહાગઠબંધનની હાર સ્વીકારનાર બેઠક તરીકે આને જાઈ શકાય છે. તેમણે કહ્યું હતું કે, મહાગઠબંધનની પાસે કોઇપણ પ્રકારના એજન્ડા નથી. લોકોને બતાવવા માટે કોઇ લીડરશીપ પણ નથી. આવી સ્થિતિમાં ઇવીએમને લઇને યોજાયેલી બેઠક તેમની હાર દર્શાવે છે. આગામી દિવસોમાં આ લોકો વધારે હોબાળો મચાવશે. જ્યારે ચૂંટણીમાં જીત થાય છે ત્યારે ઇવીએમ ઉપર પ્રશ્નો કરવામાં આવતા નથી પરંતુ હાર થાય ત્યારે પ્રશ્ન થાય છે.