રેલવે મંત્રાલય દ્વારા દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રુપ સી લેવલ-1 અને લેવલ-2ની 89,409 જગ્યાનો સમાવેશ થાય છે. ગ્રુપ સી લેવલ-2 જેમ કે સહાયક લોકો પાયલોટ, ટેક્નુશિયન (ફિટર, ક્રેન, ડ્રાઇવર, લુહાર) અને લેવલ-1ની જગ્યાઓ જેમ કે ટ્રેક મેન્ટેનર, પોંઈટ મેન, હેલ્પર, ગેટમેન, કુલી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન મંગાવવામાં આવેલ છે. આ ભરતી અભિયાન લેવલ-1 જગ્યા માટે દસમું અને આઈટીઆઈ, જ્યારે લેવલ-2ની જગ્યાઓ જેવી કે સહાયક લોકો પાયલોટ, ટેકનિશ્યન માટે દસમું અને આઈટીઆઈ અથવા એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં કર્યું હોય અથવા એન્જીનિયરીગમાં સ્નાતક હોય અને રેલવેમાં ભરતી થવા માગતા હોય તેવા ઉમેદવારો માટે છે.
રેલવે મંત્રાલયે ગ્રુપ સી લેવલ-2 શ્રેણી માટે 18થી28 ઉંમર ધરાવતા સમૂહ અને ગ્રુપ સી લેવલ-1 18 થી 31 ઉંમર ધરાવતા સમૂહ માટે સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે. જેને આરઆરબીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
રેલવે ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન આવેદનો મંગાવવામાં આવ્યા છે જેની ગ્રુપ લેવલ સી-2 અને ગ્રુપ લેવલ સી-1 માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અનુક્રમે 3 ફેબ્રુઆરી, 2018 અને 10 ફેબ્રુઆરી 2018થી શરૂ થશે. જેની કોમ્યુટર આધારિત અભિયોગ્યતા પરીક્ષા અસ્થાઇ રીતે એપ્રિલ અને મે 2018 દરમિયાન લેવાશે.