ભાડા પર જુદા જુદા પ્રકારના વસ્ત્રો આપવાનો કારોબાર રોકેટ ગતિથી વધી રહ્યો છે. આ કારોબારમાં હજુ તેજ આવવાની શક્યતા છે. બિઝનેસ સાથે જાડાયેલા લોકો કહે છે કે આ કારોબારનુ કદ આગામી પાંચ વર્ષના ગાળામાં ૧૫ હજાર કરોડ સુધી પહોંચી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ હવે દિનપ્રતિદિન વધી રહ્યો છે. ક્લોથિંગ રેન્ટલ બિઝનેસમાં આગળ વધવા માટે ઇચ્છુક લોકોને કેટલીક બાબતોની સાવચેતી રાખવાની જરૂર હોય છે.
આ કારોબારમાં એન્ટ્રી કરવા માટે લાખો રૂપિયાના બજેટની પણ જરૂર હોય છે. વીઆર અને એઆર જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ બિઝનેસ માટે થાય તે જરૂરી છે. ઓનલાઇન પ્રોડક્ટસને નિહાળવા માટે ગ્રાહકો ટ્રાયલ પણ કરી શકે છે. ટ્રાય કરીને જા ગ્રાહકો આગળ વધશે તો વિશ્વાસ વધી શકે છે. ઓનલાઇન રેન્ટલ ક્લોથિંગ સ્ટાર્ટ અપના સેક્શનમાં આગળ વધવા માટે કેટલીક બાબત જાણકારી માટે જરૂરી છે. કેટલીક કંપનીઓ તો આ દિશામાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુકી છે.
હાલના દિવસોમાં ચાલ રહેલા ટ્રેન્ડન વાત કરવામાં આવે તો જનરલ વેયર સેક્શન ઉપરાંત ભારતમાં ઓનલાઇન ક્લોથિંગ સેક્શનમાં સૌથી વધારે માંગ રહે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં તો ટ્રેડિશનલ વિયરને વધારે સર્ચ કરવામાં આવ્યો છે. ટ્રેડિશનલ વિયરને ઓનલાઇન રેન્ટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવે છે. તે ખુબ લાભદાયક છે. ફેશન એસેસરીઝ પણ રેન્ટ બિઝનેસના એક હિસ્સા તરીકે છે.