ઉનાળામાં પીણા ઉપયોગી છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
Natural cold drinks decorated on table in cafeteria

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભીષણ ગરમી જારી છે ત્યારે ગરમીથી બચવા માટે તમામ વિકલ્પનો  ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતા હવે મોજા અકળાવી રહ્યા છે અને પારો સતત આસમાન પર પહોંચી રહ્યો છે. હાલમાં તો દરેક વ્યÂક્તને એવુ લાગે છે કે ઉનાળાની ગરમી તો આપણને જ શરબ બનાવીને પી જશે. તાપમાન ખુબ વધારે થઇ રહ્યુ છે. ભેજનુ પ્રમાણ પણ ૭૦થી ૮૦ટકા વચ્ચે સુધી પહોંચી ગયુ છે.

ભેજનુ પ્રમાણ પણ ૭૦થી ૮૦ ટકાની વચ્ચે રહે છે. મોટા ભાગના લોકો આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેડ અને લો એનર્જીનો અનુભવ કરવા લાગી જાય છે. આવી સિઝનમાં કોઇ પણ પ્રકારની ઠંડકની ચીજ શોધવાના પ્રયાસ કરવામાં આવે છે. આપણા શરીરને ઠંડક થાય તેવા ખોરાકની જરૂર પડે છે. જેથી ખોરાકને સંતુલિત કરી શકાય છે. વધતી જતી ગરમી વચ્ચે શરીરમાં એનર્જી લેવલ રહે તે ખુબ જરૂરી છે. કાળઝાળ ગરમીના કારણે લો પહેલાથી જ પરેશાન રહે છે ત્યારે ઠંડા પીણા, આઇસક્રીમ, ગોળાજેવી ચીજા લોકોની પહેલી પસંદ તરીકે રહે છે. સાથે સાથે એસીમાં રહેવાનુ લોકોને પસંદ પડે છે. જાણકાર લોકો કહે છે કે આ પ્રકારની ચીજા થોડાક સમય માટે રાહત આપી શકે છે પરંતુ શરીરના તાપમાનને બગાડી શકે છે. એક સંતુલિત ડાયટ તમામને જરૂરી હોય છે. શરીરનુ હાઇડ્રેશન સારી રીતે જળવાય તે ખુબ જરૂરી છે. ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ હોય તો કેટલીક ઉપરની સમસ્યા તો મ જ ખતમ થઇ શકે છે.

ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીના કારણે શરીરનુ તાપમાન વધી જાય છે. જેથી વધારે પરસેવો, શરીરમાંથી પાણી ઓછુ થઇ જવુ સોડિયમ અને પોટેશિયમ જેવા ઘટકો ઘટી જવાના બનાવો બને છે. લીંબુ શરબત એક રિફ્રેશિંગ સમર બેવરેજ તરીકે ગણી શકાય છે. મોટા ભાગે બપોરમાં વધારે ગરમી પડે છે. ગરમ લુ ચાલતી હોય છે. આવી Âસ્થતીમાં પાણીની તરસ પણ વધારે લાગે છે. જેથી ફ્રીજના બાટલા ખતમ કરવાની ઇચ્છા થઇ જાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે લિંબુના રસમાં ઠડુ પાણી, તેમાં ફુદના-મિન્ટના ઘટક તત્વો  નાંખવાથી ફાયદો થાય છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય છે. લીબુંમાં થોડાક પ્રમાણમાં મીઠું નાંખવાથી સરસ રિફ્રેશિંગ મળે છે. મિન્ટ તો સામાન્ય રીતે તમામ જગ્યાએ ઉપલબ્ધ રહે છે. ફ્રેશ જ્યુસથી તમને રેડિએન્ટ અને એનર્જેિટક સાઇફ મળે છે. સાથે સાથે સિસ્ટમ ક્લીન કરવામાં મદદ મળે છે. તેમાં ફાઇબર ઘમા પ્રમાણમાં છ. વધતી જતી ગરમી વચ્ચે નારિયેળ પાણી પણ અસરકારક સાબિત થાય છે. નારિયળ પાણી તો દરેક સિઝનમાં લઇ શકાય છે. નારિયળમાં કેલરી-ફેટ ઓછા હોય છે. તેમા વિટામિન, મિનરલ અને અન્ય પૌષખ તત્વો ભરપુર હોય છે. કોકોનટ વોટરનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરની કેટલીક જરૂરિયાત તેના કારણે પૂર્ણ થાય છે.

Share This Article