રાજકોટઃ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા વધુને વધુ મતદાન થાયે તે માટે અનેક જાગૃતતાના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. આ જ પ્રકારના હેતુ સાથે પ્રિતી ધોળકીયા દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રિતિ ધોળકીયા રાષ્ટ્રહિતની અવિરત પ્રવૃત્તિઓથી લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે સતત પ્રયત્નશીલ રહી વધુને વધુ મતદાન થાય તે માટે મતદાતામાં જાગૃતિ આવે તેને લઇને એક અભિયાન ચલાવી રહ્યાં છે.
આ અભિયાન અંતર્ગત 27 માર્ચના રોજ રાજકોટ ખાતે તેઓ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇંડિયામાં બે વિક્રમ નોંધાયા છે. આ બે વિક્રમમાં એક વિક્રમ પ્રિતી ધોળકીયા દ્વારા લિખિત પુસ્તક ‘રેઇઝ વોટ રિઝ વોઇસ’ને પ્રથમ મતદાન જાગૃત્તિ પુસ્તક તરીકે અને બીજા વિક્રમમાં 650 વિદ્યાર્થીઓને સાંકળી સૌથી વિશાળ મતદાન જાગૃત્તિ રેલી કાઢી મતદાન જાગૃત્તિ સંદેશ ફેલાવવા માટે વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇંડિયામાં સ્થાન પ્રાપ્ત થયું છે. આયોજિત કરાયેલ આ રેલીમાં વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
શ્રી કરણ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રિતી ધોળકીયા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને સમાજ ઉપયોગી કાર્યો કરતા રહ્યાં છે, ત્યારે બે વિક્રમ તેઓના મતદાન જાગૃત્તિ અભિયાનને વેગવંતુ બનાવવા માટે પ્રોત્સાહિત કરશે.