સંતુલિત ભોજન યોગ્ય સમય પર કરવાથી શરીરને પૂર્ણ પૌષણ મળે છે. વધારે પ્રમાણમાં મીઠુ અને ખાંડ નહીં લેવાની સલાહ તમામ ડાયટ નિષ્ણાંતો અને તબીબો આપે છે. જંક ફુંડ અને પેક્ડ ચીજોનો ઉપયોગ શક્ય તેટલા પ્રમાણમાં ઓછા પ્રમાણમાં કરવામાં આવે તો જરૂરી છે. પૌષક તત્વો પુરતા પ્રમાણમાં નહીં લેવાના કારણે સ્થુળતા વધે છે. શરીરમાં ઝેરી તત્વો અથવા તો ટોક્સિન્સ વધે છે. ૭-૮ કલાકથી ઓછા પ્રમાણમાં નીંદ લેવાના કારણે પણ થાક લાગે છે. આળસ આવે છે. પાચનની સમસ્યા ઉભી થાય છે. હાર્ટ સાથે સંબંધિત બિમારી પણ આવી શકે છે. હાઇજીનને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે.
આની સીધી અસર દિલો દિમાગમાં થાય છે. મો, દાંત અને શરીરના અન્ય અંગોની સફાઇ પણ કરવામાં આવે તે જરૂરી છે. કોઇ પણ ચીજ ખાતા પહેલા હાથને સાબુ સાથે સારી રીતે ધોવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજો ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે.
ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ જરૂરી છે. વ્યક્તિગતો અને વસતીનાં સ્તરમાં સીવીડી સંબંધિત મોતને રોકવા હેલ્થી ઈટિંગની ટેવ રાખવી જોઈએ. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે.