ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. નવરાત્રી ઉત્સવ હવે નવ દિવસ સુધી ચાલનાર છે. પરંતુ આ નવ દિવસ દરમિયાન પણ કેટલીક સાવચેતી રાખીને અને કેટલાક તરીકા અજમાવીને વજન ઘટાડી શકાય છે. જો કે જાણકાર લોકો કહે છે કે આ નવ દિવસ દરમિયાન પોતાના ખાવા પીવાને લઇને વધારે સાવધાન અને એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે આ દિવસોમાં જે ચીજોનો ઉપયોગ કરીશુ તેના કારણે વજન વધી શકે છે. સાથે સાથે વજન ઘટી પણ શકે છે. ભલે નવરાત્રીમાં વ્રતવાળા ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેમાં પણ કેટલીક ચીજા એવી છે જેના કારણે વજન વધી શકે છે.
હાલમાં જ કહી દેવામાં આવ્યુ છે કે નવરાત્રીના દિવસોમાં કઇ ચીજાનો ઉપયોગ કરવામાં આવે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન કઇ ચીજા ઉપયોગી બની શકે છે તેની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે સાવચેતી જરૂરી બને છે. નવરાત્રીના ગાળામાં અમે ચિપ્સ અને તળેલ ચીજા આડેધડ ખાતા હોઇએ છીએ પરંતુ આ ચીજામાં ખુબ ફેટ હોય છે. તેમાં પૌષક તત્વોની અછત હોય છે. જેથી ઉપવાસના દિવસોમાં તળેલી ચીજોનો ઉપયોગ શક્ય હોય તો ટાળવામાં આવે તે જરૂરી છે. નવરાત્રીના ગાળામાં ભરપુર પ્રમાણમાં પાણી પીવામાં આવે તે પણ જરૂરી છે. વ્રતના દિવસોમાં મિઠુ હોય તેવી ચીજાનો ઉપયોગ કમ કરવામાં આવે તે જરૂરી છે. જેના કારણે અમે પાણીનો ઉપયોગ પણ ઓછો કરીએ છએ. જેના કારણે પાણીની કમી થઇ શકે છે. આ સમસ્યાને ટાળવા માટે પાણી ભરપુર પ્રમાણમાં પીવામાં આવે તે જરૂરી છે. પાણી ઉપરાંત પ્રવાહી ચીજાનો ભરપુર ઉપયોગ કરવાની જરૂર હોય છે. જેમાં છાશ, લસ્સી અને સુપનો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં ભલે દરરોજ કસરત કરતા હોય પરંતુ વ્રતના દિવસોમાં દરરોજ કસરત કરવામાં ન આવે તે જરૂરી છે. કસરત કરવાના કારણે વધારે થાકની સાથે સાથે વધારે ભુખ લાગી શકે છે.
વ્રત અથવા તો ઉપવાસના દિવસોમાં અમે સામાન્ય રીતે માર્કેટમાંથી ફુડ આઇટમ લઇ આવીએ છીએ. જાતે બનાવવાની ઝંઝટ રહેશે નહીં તેમ વિચારીએ છીએ. પરંતુ આવી ઉદાસીનતા અને સહેજમાં આળસથી ખતરનાક પરિણામ મળી શકે છે. બજારમાં ઉપલબ્ધ રહેલી તળેલી ચીજા અને ચિપ્સ ખાવાના બદલે ઘરમાં જ ડ્રાઇ રોસ્ટ કરીને ખાવામાં આવે તે જરૂરી છે. ચા ભલે મિનિટોના ગાળામાં ફ્રેશ કરે છે પરંતુ હેલ્થને ધ્યાનમાં લેવામાં આવે તો ગ્રીન ટીનો ઉપયોગ કરવાની સલાહ લેવાની જરૂર હોય છે. ડ્રિન્કસમાં દહી, દુધ અને છાશ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો લાભ થાય છે. વેજિટેબલ્સમાં સીતાફળ, જેવી ચીજાનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. કાકડી, બટાકા અને ખીરાના સલાડનો ઉપયોગ કરી શકાય છે. સ્ટ્રોબેરી ડ્રેસિંગની સાથે સાથે ફળના સલાડથી પણ રાહત થાય છે. નવરાત્રીના દિવસોમાં કેટલાક લોકો પોતાની રીતે ડાઇટ પ્લાન કરી શકે છે. જેમાં કે છાશ, અથવા લસ્સી અને કેટલાક પ્રમાણમાં ફળ લઇ શકાય છે. બીજા દવસે ફ્રુટ સલાડ અને ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે.
દરેક દિવસે ડાઇટ પ્લાન કરવાના કારણે ચાલવાથી ફાયદો થઇ શકે છે. કેટલાક ચોક્કસ તરીકા અજમાવીને વજન ઘટાડી શકાય છે. સગર્ભા મહિલાઓ પણ ઉપવાસ કરી શકે છે. નવરાત્રીના ગાળા દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ તો તમામ દિવસે ઉપવાસ રાખે છે. સગર્ભા મહિલાઓએ ઉપવાસ કરવા જાઇએ કે કેમ તેને લઇને નિષ્ણાંતોમાં ચર્ચા રહી છે. આ પ્રશ્ન એટલા માટે પણ થાય છે કે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધારે પૌષણ તત્વોની જરૂર હોય છે. જેથી આવી Âસ્થતીમાં જરૂર હોય છે કે ગર્ભવતી મહિલાને સારી ડાઇટ લેવાની જરૂર હોય છે. કોઇ પણ પ્રકારના પૌષણ તત્વોની કમી ન હોય તે જરૂરી છે. તબીબો સાફ શબ્દોમાં કહે છે કે નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન માતાને જે રીતે અસર થાય છે તેના કારણે ગર્ભમાં રહેલા બાળક પર પણ અસર થાય છે. હેલ્થ નિષ્ણાંતો કહે છે કે સંપૂર્ણ પણે સ્વસ્થ રહેલી સગર્ભા મહિલાઓનવરાત્રી ઉપવાસ કરી શકે છે. સાથે સાથે કેટલીક સાવધાની રાખી શકાય છે.ચૈત્રી નવરાત્રીને લઇને શ્રદ્ધાળુઓ હવે ભક્તિમાં ડુબી ગયા છે.