અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાં રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમિત શાહની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ જાડાયા હતા. લોકોના સંપર્કના ભાગરૂપે આની શરૂઆત થયા બાદ વેજલપુરમાં અને રોડ શોના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. આજે શનિવારે ભારતીય જનતા પાર્ટના સ્થાપના દિન નિમિતે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો વેજલપુરમાં રોડ શો થયો હતો.
સાંજે સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક રેલી-રોડ શો યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર લોકસભાના વિજયી ઉમેદાર અમિતભાઈ શાહ કર્ણાવતી મહાનગરમાં બે તબક્કામાં ભવ્ય રોડ-શો દ્વારા લોકસંપર્ક રાઉન્ડમાં હજારો કાર્યકર્તાઓ સાથે પોતાના મતવિસ્તારના લોકોનું અભિવાદન ઝીલવા માટે આગળ વધી રહ્યા છે. આજે સવારે સવારે ૯.૩૦ કલાકે વેજલપુર, વણઝાર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજપાર્ક, દેવાશ ફ્લેટ, સ્વામીનારાયણ મંદિર, શ્યામલ બ્રીજ, શ્યામલ ૧૦૦ ફુટ રોડ, હરણ સર્કલ, શ્રદ્ધા સ્કુલ ચાર રસ્તા જાધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, વ†ાપુર શહિદ ચોક થઈ હવેલી મંદિર ખાતે રોડ શો કરીને તેમની તાકાતનો પરિચય આપ્યો હતો. બપોરે ૧૨.૩૦ કલાકની આસપાસ પ્રથમ રાઉન્ડનું સમાપન થયુ હતુ.
વેજલપુરથી વસ્ત્રાપુર સુધી તમામ રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિકો, સામાજીક સંસ્થાઓ, ધર્મસ્થાનો, વેપારી મંડળો, સહકારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ અમિત શાહનું વિવિધ પ્રકારે સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ રોડ-શો લોકસંપર્કનો બીજા તબક્કો આજે શનિવારના દિવસે સાંજે ૫.૩૦ કલાકે શરૂ થશે. જે રાણીપથી નિર્ણયનગર ગરનાળા થઈ ચાંદલોડીયા ઉમિયા હોલ, વંદે માતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કુલ, સરદાર ચોક, નવનિર્માણ સ્કુલ, રાણીપ બસસ્ટેન્ડ, શ્રી રાધા સ્વામી રોડ, સાબરમતી પાવરહાઉસ, રામનગર, રામબાગ રોડ, નીલકંઠ મહાદે, હરિઓમ સોસાયટી, દેવભૂમિ રોડના સમથળે સમાનપન થશે. વેજલપુર અને સાબરમત વિસ્તારમાં આવનારા તમામ રૂટ પર વિવિધ સ્થળોએ ઢોલ-ત્રાંસા-નગારા-ફુલહાર-ફુલની પાંદડીઓથી સાથે હૃદયના ઉંડાણથી અમિત શાહને વધાવી લેવાશે.