સુપ્રીમ કોર્ટે હાલમાં ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના પેન્શનમાં જંગી વધારો કરવા માટેનો રસ્તો સાફ કરી દીધો છે. હવે જોકેટલીક અડચણોને દુર કરી લેવામાં આવે તો તેનો લાભ ખાનગી ક્ષેત્રના કરોડો લોકોને મળી શકે છે. હાલમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે પેન્શનના આંકડાને લઇને કોઇ સરખામણી નથી. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટના આદેશને ઉપયોગી ગણવામાં આવે છે. હાલમાં હાલત એ છે કે સારો પગાર મેળવતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ હાલમાં ફાયદો ઓછો મળી રહ્યો છે. ગયા સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટે ઇપીએફઓની એવી અરજીને ફગાવી દીધી હતી જે અરજી કેરળ હાઇકોર્ટના ચુકાદાની સામે કરવામાં આવી હતી.
કેરળ હાઇકોર્ટે નિવૃત થયેલા તમામ કર્મચારીઓને તેમના પૂર્ણ પગારની દ્રષ્ટિએ પેન્શન ચુકવવા માટેનો આદેશ કર્યો હતો. જ્યારે હાલમાં ઇપીએફઓ દ્વારા ૧૫૦૦૦ રૂપિયાના બેઝિક વેતનની મર્યાદાના આધાર પર પેન્શન નક્કી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ખાનગી કર્મચારીઓના પેન્શનની ગણતરી પૂર્ણ વેતનના આધાર પર કરવામાં આવનાર છે. દેશમાં નવી અર્થિનતી લાગુ કરવામાં આવ્યા બાદ પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી ચિંતા પણ સપાટી પર આવી છે. જા કે સરકાર આને લઇને હમેંશા પરેશાન રહે છે. વર્ષ ૧૯૯૫માં તેના દ્વારા સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે ઇપીએસની શરૂઆત કરી હતી.
જેમાં કંપનીને કર્મચારીઓના મુળ વેતનના ૮.૩૩ ટકા હિસ્સાને જમા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેને ૬૫૦૦ રૂપિયાનો ૮.૩૩ ટકા કરવામાં આવ્યો હતો. તેના નિયમોમાં ફેરફાર કરીને કહેવામાં આવ્યુ હતુ કે કંપની અને કર્મચારીઓ પોતાની સહમતી સાથે પોતાના પગારનો જેટલો પણ હિસ્સો ઇચ્છે તે પેન્શન ફંડમાં જમા કરી શકે છે. વર્ષ ૨૦૧૪માં ઇપીએસ કાનુનમાં સુધારા કરીને સ્કીમ હેઠળ મહત્તમ ૧૫૦૦૦ રૂપિયાનો ૮.૩૩ ટકા હિસ્સો જમા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. એવુ પણ નક્કી કરવામાં આવ્યુ હતુ કે જે લોકો પૂર્ણ સેલરી પર પેન્સન ઇચ્છે છે તેમના પેન્શન યોગ્ય વેતન પાંચ વર્ષના સરેરાશ માસક વેતન માનવામાં આવશે. આ પહેલા નિયમો હતા કે એક વર્ષના સરેરાશ પગરાના આધાર પર પેન્શન નક્કી કરવામાં આવશે. કેરળ હાઇકોર્ટે પહેલી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે આ સુધારા પર રોક મુકી દેવાની જાહેરાત કરી હતી.
તેના દ્વારા એક વર્ષના સરેરાશ માસિક વેતનને ફરીથી પેન્શનની રકમ માટે આધાર બનાવીને આ ચુકાદો આપ્યો હતો. આના આશરે બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે હવે ઇપીએફને પૂર્ણ પગાર પર કર્મચારીઓના પેન્શનની માંગના આવેદન પર કહ્યુ છે કે કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. સારી બાબત તો એ છે કે કર્મચારીઓ ફેરફાર માટે તૈયાર કેટલીક બાબતોને ધ્યાનમાં લઇને થશે. રાજકીય પક્ષો પહેલાથી જ પોતાની સ્થિતી આ મામલે સ્પષ્ટ કરે તે જરૂરી છે. કારણ કે હાલમાં ચૂંટણી માહોલ છે. રાજકીય પક્ષો તેમનુ વલણ કેવુ છે તે અંગે વાત કરશે તો ચિત્ર વધારે સ્પષ્ટ થઇ શકે છે.