લગ્ન સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ લાલ આંખ કરીને ખાપ પંચાયતની સામે કઠોર વલણ અપનાવ્યુ હતુ. આની પાછળ કેટલાક કારણો સપાટી પર આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે સાફ સાફ શબ્દોમાં કહ્યુ છે કે ખાપ પંચાયત અથવા તો કોઇ વ્યક્તિ અથવા તો સંગઠન જો કોઇ પુખ્ત વયના લોકોને લગ્ન કરતા રોકે છે તો તે ગેરકાયદે છે. ખાપ પંચાયતની સામે કઠોર કાર્યવાહી ન કરવા માટે કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. સાથે સાથે કહ્યુ છે કે જો કેન્દ્ર સરકાર તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં સક્ષમ નથી તો કોર્ટને કઠોર કાર્યવાહી કરવી પડશે. સુપ્રીમ કોર્ટ એનજીઓ શક્તિવાહીનીની અરજી પર સુનાવણી કરતી વેળા આ મુજબની કઠોર પ્રતિક્રિયા આપી હતી. ઓનર કિલિંગ જેવા મામલામાં પ્રતિબંધ મુકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટેની માંગ કરવામાં આવી છે.
આ ચોક્કસપણે દેશના અનેક સામાજિક કાર્યકરો અને તમામ પ્રગતિ ઇચ્છતા લોકોની જીત સમાન છે. આ પ્રકારના લોકો લાંબા સમયથી ખાપ પંચાયતની કામગારીની સામે લડત ચલાવી રહ્યા છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દેશના અન્ય કેટલાક રાજ્યોમાં સક્રિય ખાપ પંચાયત તમામ નિયમ અને કાયદાની મજાક કરીને દરરોજ ખાસ પ્રકારના આદેશ જારી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થાઓ પ્રેમ લગ્ન કરનારાઓને ટાર્ગેટ બનાવે છે. તેમના પર યુવાનોને હેરાન કરવા, તેમની સામે મોતના ફરમાન જારી કરવા અને લોકોની હત્યા કરવા માટે તેમને ઉશ્કેરવા માટેના આરોપો લાગે છે. મોટા ભાગના મામલામાં તેમની વિચારધારા મધ્યયુગીન તરીકે રહી છે. આ પ્રકારની સંસ્થાઓ સામાજિક ફેરફારોને ક્યારેય સ્વીકાર કરતી નથી. ખાસ કરીને મહિલાઓની સ્વતંત્રતાને તો ક્યારેય ચલાવી લેતા નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે વહીવટીતંત્ર તેમની ગતિવિધી પર સામાન્ય રીતે ધ્યાન આપતુ નથી. રાજકીય નેતૃત્વ આ પંચાયતની સામે સંઘર્ષ કરતા ખચકાટ અનુભવ કરે છે. કારણ કે તેમના પ્રતિનિધી કેટલાક સામાજિક જુથો પર પ્રભાવ રાખે છે. જે ચૂંટણી માટેની ગતિવિધીને પ્રતિકુળ અસર કરી શકે છે.
રાજકીય નેતાઓને લાગે છે કે લોકો પંચાયતની વાતોને આંખ બંધ કરીને વાતોને સ્વીકારે છે. કેટલાક લોકો સમાજના વિરોધ કરીને તેમની ગતિવિધી સામે વાંધો ઉઠાવશે. કેટલાક લોકો ખાપ પંચાયતની માનસિકતા માટે બેઠા હોય છે. સરકારને પોતાની ઇચ્છાથી લગ્ન કરનાર લોકોને સુરક્ષા આપવાની દિશામાં પહેલ કરવી જાઇએ. સાથે સાથે ખાસ અને નક્કર પગલા લેવામાં આવે તે જરૂરી છે. સરકારને સમયની માંગને સમજી લેવાની જરૂર છે. ખાપ પંચાયત માટે કઠોર વલણ હવે અપનાવવાની જરૂર છે. રાજનેતાઓને લાગે છે કે લોકો પંચાયતની વાત આંખ બંધ કરીને સાંભળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકો અલગ અલગ પડી જવાના ભયથી તેમની સામે બોલવાથી બચે છે. આ જ કારણસર મોટા ભાગના મામલામાં તેમની મનમાની ચાલી જાય છે. ખાપ સિવાય કેટલાક અન્ય સમુદાયમાં પણ સ્વેÂચ્છક રીતે નિર્ણય અને ચુકાદા આપવામાં આવે છે જે કેટલીક વખત નુકસાનકારક સાબિત થાય છે.