અમદાવાદ : ભાજપ પ્રમુખ અમિત શાહે આજે લોકસભાની ગાંધીનગર સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અમિત શાહે રોડ શો પહેલા જારદાર સભા યોજી હતી. જેમાં એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ, શિવ સેના નેતા ઉદ્ધવ ઠાકરે, એલજેપીના નેતા રામવિલાસ પાસવાન, કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ અને અરૂણ જેટલી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાત કેન્દ્રિય પ્રધાન પિયુશ ગોયલ પપણ હાજર રહ્યા હતા. આજે યોજાયેલા કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે રોડ શો શરૂ કરતા પહેલા તમામ સંતોના આશિર્વાદ લીધા હતા. જેમાં જૈન સમાજના સંતો અને સ્વામી નારાયણ સંતો પણ આશિર્વાદ પણ લીધા હતા.
ઉમેદવારી પત્રો ભરતા જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રોડ શો પહેલા અમિત શાહના નારણપુરા ખાતે જુના નિવાસસ્થાન પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકારે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપÂસ્થત રહ્યા હતા. ત્યારબાદ ભવ્ય રોડ સોની શરૂઆત થઇ હતી. જાહેર સભા પહેલા અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ દિગ્ગજાએ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ રોડ શો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આગળ વધતા પલ્લવ ચાર રસ્તા શા†ીનગર પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ચાર કિલોમીટર સુધી ચાલી રહ્યુ છે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચશે જ્યાં સેકટર ૬-૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી માન સાંકળનું નિર્માણ કરવામાં આવનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ તા.૩૦મી માર્ચના રોજ વિજયમૂર્હુતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા અમિત શાહને શાહી અંદાજમાં રોડ-શો અને શકિત પ્રદર્શન મારફતે વિજય સંકલ્પનો શંખ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ફુંકવાની કવાયત હાથ ધરાઇ છે.
આજે અમિત શાહનો ત્રણથી ચાર કિલોમીટર લાંબો રોડ-શો યોજાયો હતો. જેમા લાખો લોકો જાડાયા હતા. આ શકિત પ્રદર્શન અને રોડ-શો દરમ્યાન શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે, નીતિન ગડકરી, રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ શાહી અંદાજમાં ગુજરાત લોકસભા ચૂંટણીમાં એક ઐતિહાસિક ડગ માંડવા જઇ રહ્યા છે કારણ કે, અમિત શાહની આ સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે કે જેમાં તેઓ સાંસદ બનવા માટે ઉમેદવારી નોંધાવશે. અમિત શાહના ઉમેદવારી પત્ર ભરવાના શક્તિ પ્રદર્શનમાં એક લાખથી વધુ લોકોને એકઠા કરવા માટેનો પ્લાન ગુજરાત ભાજપે નક્કી કર્યો છે. જેને અમલી બનાવવા માટે ગુજરાત ભાજપ સરકાર, સંગઠન અને સહકાર ક્ષેત્ર તમામને કામે લગાડી દેવામાં આવ્યા છે.
અમિત શાહે આજે સવારે જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપી હતી. સવારે પુજા સાથે દિવસની શરૂઆત કરી હતી. અમિત શાહના રોડ શો અને જાહેર સભાને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. બીજી બાજુ આ ભવ્ય અને શાનદાર રોડ શોને લઇને પોલીસે પહેલાથી જ તૈયારી કરી હતી. તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવી હતી. ગઇકાલે જ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી હતી. તમામ જગ્યાએ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. કોઇ પણ અંધાધુંધી ન ફેલાય તે માટે પગલા લેવામાં આવ્યા હતા. રોડ શોની શરૂઆત થયા બાદ તમામ વિસ્તારોમાં લોકો જોડાતા ગયા હતા. લાખોની સંખ્યામાં લોકો જાડાઇ ગયા હતા. રોડ શોને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળ્યો હતો. રોડ શો પહેલા યોજાયેલી સભામાં મંચ પરથી એનડીએના તમામ નેતાઓએ સંબોધન કરીને મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.