નવી દિલ્હી :સિક્યુરીટીઝ એન્ડ એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા હવે એવા કોમ્પ્લેક્ષ સ્ટ્રક્ચરમાં તપાસ કરી રહી છે જેમાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હાલના વર્ષોમાં ગ્રુપ કંપનીઓના પ્રમોટરોને લોનના મામલામાં આગળ વધ્યા છે. સેબીએ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડના પ્રમોટરો સાથે લોન સમજૂતિની દિશામાં તપાસ હાથ ધરી છે. સેબીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી દ્વારા કેટલીક બાબતોમાં ધ્યાન આપવામાં આવ્યું નથી. મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઓને એક્સ્પોઝરની સમીક્ષા કરવા માટે તથા સાથે સાથે આવી ડેબ્ટ સ્કીમોની જોખમી પોલિસીમાં તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગેના તારણો ૩૧મી માર્ચ સુધી રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
માર્કેટ રેગ્યુલેટરે મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. જુદા જુદા સ્ટ્રક્ચર મારફતે પ્રમોટરોને ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ લોન આપવામાં આવી હોવાના અહેવાલ હાલના વર્ષોમાં મળ્યા છે. આ મામલામાં તપાસ પણ કરવામાં આવી રહી છે. એસેલ ગ્રુપના સ્થાપકો હાલમાં ઝી એન્ટરપ્રાઇઝ અને ડિસ ટીવીના શેરમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા બાદ આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. એસ્સેલ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવી પહેલ શરૂ કરી છે.
ભારતના સ્ટોક ઇન્ડેક્સમાં એપ્રિલ ડેરિવેટિવ સિરિઝમાં રેકોર્ડ ઉછાળો જાવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુરુવારના દિવસે માર્ચ સિરિઝનો ગાળો પૂર્ણ થયો હતો. નિફ્ટીમાં ગયા વર્ષે નવેમ્બર બાદથી સૌથી મોટો સિરિઝ સુધારો જોવા મળ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા ડેબ્ટ અને મની માર્કેટમાં મૂડીરોકાણ મોટાપાયે કરવામાં આવ્યું છે.