નવી દિલ્હી : બેંક ઓફ બરોડા અને દેના બેંક તથા વિજ્યા બેંકનું મર્જર થવા જઈ રહ્યું છે. બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંકનું મર્જર પહેલી એપ્રિલથી અમલી બની જશે. એટલે કે દેના બેંક અને વિજ્યા બેંકના ગ્રાહકોના ખાતા હવે બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર થઇ જશે. બેંક ઓફ બરોડાના નિર્દેશક મંડળે વિજ્યા બેંક અને દેના બેંકના શેર ધારકોને બેંક ઓફ બરોડાના ઇક્વિટી શેર જારી કરવા અને ફાળવણી કરવા માટે રેકોર્ડ તારીખ ૧૧મી માર્ચ નક્કી કરી હતી. મર્જરની યોજના હેઠળ વિજ્યાબેંકના શેર ધારકોને પ્રત્યેક ૧૦૦૦ શેર પર બેંક ઓફ બરોડાના ૪૦૨ શેર મળશે. આવી જ રીતે દેના બેંકના શેર ધારકોને ૪૦૨ ઇક્વિટી શેર આપવામાં આવશે. આવી જ રીતે દેના બેંકના શેર ધારકોને દરેક એક હજાર શેર પર બેંક ઓફ બરોડાના ૧૧૦ શેર આપવામાં આવશે.
મર્જર થયા બાદ બેંક ઓફ બરોડા દેશની ચોથી સોથી મોટી બેંક બની જશે. હાલમાં ૪૫.૮૫ લાખ કરોડ રૂપિયાના કારોબાર સાથે સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયા પ્રથમ અને ૧૫.૮ લાખ કરોડ રૂપિયાની સાથે એચડીએફસી બીજા અને ૧૧.૦૨ લાખ કરોડ રૂપિયાની સાથે આઈસીઆઈસીઆઈ બેંક ત્રીજા સ્થાન ઉપર છે. નવા બેંક ઓફ બરોડાના કારોબાર ૧૫.૪ લાખ કરોડ રૂપિયા થશે. આવી જ રીતે આઈસીઆઈસીઆઈ બેંકને પછડાટ આપીને બેંક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. ગ્રાહકોના મર્જરની સીધી અસર થનાર છે. ગ્રાહકોના નવા એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડી આપવામાં આવશે જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અથવા તો આઈએફએસસી કોડ મળશે તેમને નવી વિગત ઇન્કમટેક્સ વિભાગ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમમાં અપડેટ કરાવવાની રહેશે. એસઆઈપી અથવા તો લોન ઇએમઆઈ માટે ગ્રાહકોને નવા ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવામાં આવશે. ફિસ્ક્ડ ડિપોઝિટ અથવા તો રિકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. જે વ્યાજ દરો પર વાહન લોન લેવામાં આવી છે અથવા તો પર્સનલ લોન હોમ લેવામાં આવી છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. કેટલીક શાખાઓ બંધ કરવામાં આવી છે.