મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. બેંક અને આઈટી કાઉન્ટરોમાં જોરદાર લેવાલી જામી હતી જેના લીધે બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૧૫ પોઇન્ટ ઉછળીને ૩૮૫૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એચસીએલ ટેકમાં સૌથી વધુ સુધારો રહ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ઇન્ડેક્સમાં ૩૦ શેર પૈકીના ૨૪માં તેજી રહી હતી જ્યારે ૬ શેરમાં મંદી રહી હતી. શેરબજારમાં તેજીની સાથે સાથે નીચે મુજબ છે.
- સેંસેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ એક ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા
- માર્ચ એફએન્ડઓ સિરિઝની પૂર્ણાહૂતિના દિવસે તેજી રહી
- સેંસેક્સ ૪૧૫ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮૫૪૬ની સપાટીએ
- એચસીએલ ટેકના શેરમાં સૌથી વધુ તેજી અને તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ મંદી રહી
- ઇન્ડેક્સમાં ૩૦ શેર પૈકી ૨૪ શેરમાં તેજી અને છ શેરમાં મંદી રહી
- માર્કેટ બ્રીડ્થની વાત કરવામાં આવે તો ૨૮૧૯ કંપનીઓના શેર પૈકી ૧૬૬૬ કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ. કારોબાર દરમિયાન ૯૭૫ શેરમાં મંદી રહી
- બ્રોડર માર્કેટમાં બીએસપી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૧૬૧ અને ૧૪૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો
- બ્રોડર નિફ્ટી ૧૨૫ પોઇન્ટના ઉછાળા સાથે આખરે બંધ રહ્યો
- શેરબજારમાં એક દિવસની મંદી બાદ ફરી તીવ્ર તેજી
- ભારતની પ્રથમ વિદેશી માલિકીની બેંક આઈપીઓ લાવવા માટે તૈયાર
- ટોરેન્ટો Âસ્થત ફેરફેક્સ સિરિયન કેથોલિક બેંકમાં ૫૧ ટકા હિસ્સો મેળવવા ૧૬૮ મિલિયન ડોલર ચુકવવા માટે તૈયાર