અમદાવાદ : એક બાજુ ગુજરાતમાં લોકસભા બેઠકના મોટાભાગના ઉમેદવારોના નામો જાહેર કરી ભાજપ તેની નિર્ધારિત ચૂંટણી વ્યૂહરચના મુજબ આગળ વધી રહ્યું છે ત્યારે કોંગ્રેસ આજે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ગઇ ત્યાં સુધી તેના ઉમેદવારોની યાદી બહાર નહી પડતાં ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સુકતા અને ઇન્તેજારીનો માહોલ બન્યો હતો ત્યારે આજે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડના નેજા હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભા બેઠકો માટે કોંગ્રેસ તરફથી વધુ સાત ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. જેમાં પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢ પૂજા વંશ, રાજકોટથી કગથરા,પોરબંદર લલિત વસોયા,બારડોલી તુષાર ચૌધરી, પંચમહાલ ખાંટ અને વલસાડથી જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામો જાહેર થતાં કોંગ્રેસમાં ભારે ચર્ચા અને ઉત્તેજનાનો માહોલ છવાયો હતો.
જા કે, હજુ બાકીની બેઠકોના ઉમેદવારોના નામો પર મહામંથન ચાલી રહ્યું છે અને તે પણ એકાદ બે દિવસમાં જાહેર કરી દેવાય તેવી શકયતા છે. ખાસ કરીને અમદવાદ પર્વ, ગાંધીનગર, જામનનગ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવી મહત્વની બેઠકોને લઇ કોંગ્રેસમાં ભારે ખેંચતાણ અને કશ્મકશ પ્રવર્તી રહી છે, જેને લઇ કોંગી હાઇકમાન્ડ પણ બહુ વિચારીને નિર્ણય લેવામાં માને છે. એકબાજુ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, મહાત્વાકાંક્ષી કેટલાક ધારાસભ્યો, પેરાશૂટ ઉમેદવાર, ભાજપની યાદીમાંથી સર્જાયેલા નવાં સમીકરણ વગેરે બાબતોથી પ્રદેશ હાઇકમાન્ડ વિચારાધીન બન્યું છે તો બીજીબાજુ, દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાની દોડધામ વધી છે તેમ છતાં જે પ્રકારે નક્કર પરિણામ આવવું જોઈએ તેવાં પાસાં ગોઠવાતાં નથી.
તેમાંય અમદાવાદ પૂર્વ, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા જેવી કેટલીક બેઠકમાં પડેલી મડાગાંઠ કોંગ્રેસની મુશ્કેલી વધારી રહી છે. આજે સાંજે પણ દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડના નેજા હેઠળ રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓની મહત્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાત સહિત અન્ય રાજયોમાં લોકસભા બેઠક માટેના વધુ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભા બેઠકો માટે કોંગ્રેસના વધુ સાત ઉમેદવારોમાં પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢ પૂજા વંશ, રાજકોટથી કગથરા,પોરબંદર લલિત વસોયા,બારડોલી તુષાર ચૌધરી, પંચમહાલ ખાંટ અને વલસાડથી જીતુ ચૌધરીના નામો જાહેર થયા હતા, જેને લઇ કોંગ્રેસમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ બન્યો હતો. હવે ગુજરાત લોકસભાની બાકીની બેઠકો માટેના અન્ય ઉમેદવારોના નામો પર મહામંથન ચાલી રહ્યું છે અને તે પણ એકાદ બે દિવસમાં જાહેર કરાય તેવી શકયતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હોઇ કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર ઘોષણાની પ્રક્રિયા બે-ચાર દિવસમાં પૂર્ણ કરી દેવા માંગે છે તેવો સાફ સંકેત આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આપ્યો હતો.