આઇપીએલ-૧૨ની રોમાંચક શરૂઆત થઇ ચુકી છે. આગામી બે મહિના સુધી એટલે કે ૧૨મી મેના દિવસે ફાઇનલ મેચ રમાશે ત્યાં સુધી દેશમાં કરોડો ચાહકો આ મેચને લઇને ડુબેલા રહેશે. પરંતુ એક ખાસ બાબત એ પણ છે કે આ જ બે મહિનાના ગાળમાં લોકશાહીના સૌથી મોટા તહેવાર અટલે કે ભારતમાં સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થનાર છે. પહેલા તબક્કા માટે જાહેરનામુ જારી કરવામાં આવ્યુ છે. જેના માટે મતદાન ૧૧મી એપ્રિલના દિવસે કરવામાં આવનાર છે. ૧૯મી મે દિવસે છેલ્લા અને સાતમા તબક્કા માટે મતદાન થનાર છે. ૨૩મી મેના દિવસે મતગણતરી કરવામાં આવનાર છે. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે મેચો અને ચૂંટણી યોજાઇ રહી છે. પ્રથમ વખત આ પ્રકારની સ્થિતી વર્ષ ૨૦૦૯માં સર્જાઇ હતી.
પરંતુ એ વખતે વર્ષ ૨૦૦૮માં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલા બાદ દેશની સુરક્ષા સંસ્થાઓ કોઇ પણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર ન હતી. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે આયોજન કરવામાં આવતા આને લઇને કેટલાક રાજકીય પંડિતો તો સવાલ પણ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૯માં આઇપીએલનુ આયોજન આખરે આફ્રિકામાં કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૪માં પણ આવી જ સ્થિતી સર્જાઇ ન હતી. કારણ કે આઇપીએલની આ સ્પર્ધા ભારત અને સંયુક્ત અરબ અમિરાત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ. શરૂઆતની ૨૦ મેચો યુએઇમાં રમાઇ હતી. જેના કારણે ચૂંટણી તારીખો ટકરાઇ ન હતી. જો કે આ વખતે સમગ્ર સ્પર્ધાનુ આયોજન દેશમાં જ કરવામાં આવી રહ્યુ છે. જોરદાર ગરમીના માહોલમાં દરરોજ લોકોને આ બાબત નક્કી કરવાની રહેશે કે તેઓ શહેર અને ટીવી પર જારી ચૂંટણી ચર્ચાને નિહાળ કે પછી સ્ટેડિયમ પર થનાર ચોગ્ગા છગ્ગાની રમઝટને નિહાળે.
ક્રિકેટને કેટલાક ભારતીય લોકો સૌથી મોટા ધર્મ તરીકે ગણે છે. પરંતુ સરેરાશ ભારતીય હિન્દુસ્તાની રાજનીતિમાં પણ રસ ધરાવે છે. ખાસ કરીને આ વખતની ચૂંટણી મોદી સમર્થક વિરુદ્ધ મોદી વિરોધી તરીકે ગણવામાં આવી રહી છે. વર્ષ ૧૯૭૭ની ચૂંટણી તેમજ વર્ષ ૧૯૮૪માં ચૂંટણીને કોંગ્રેસ સમર્થક લહેરના કારણે ઓળખવામાં આવે છે. જેમાં ચૂંટણી પરિણામમાં એક પક્ષના તંબુ ઉખડી ગયા હતા. કોઇ એક તરફી માહોલ તો હાલમાં જોવામાં આવતો નથી પરંતુ જાહેર સ્થળો પર ચર્ચા ચોક્કસપણે જોવા મળે છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પ્રચારની ગતિ તીવ્ર બની ગયા બાદ રાજકીય પારો વધશે. આવી સ્થિતીમાં ચૂંટણી માહોલ ક્રિકેટને કઇ રીતે અસર કરે છે તે બાબત ઉપયોગી રહેશે. નેતાઓ અને કાર્યકરોને મેચોના કારણે લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચવામાં મુશ્કેલી નડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે આ વખતે દેશમાં ગરમીનુ પ્રમાણ વધારે રહી શકે છે. જેથી આવી સ્થિતીમાં ચૂંટણી પ્રચાર અને અન્ય કામો પણ મોટા ભાગે સાંજે હાથ ધરવામાં આવનાર છે. આ જ ગાળામાં મેચો પણ રમાનાર છે. આવી સ્થિતીમાં રાજકીય પક્ષો માટે ચૂંટણી માહોલમાં લોકોને જાડવાની બાબત ખુબ મુશ્કેલરૂપ રહેનાર છે. જા કે રાજકીય પક્ષોના નેતાઓ આ બાબત સાથે સહમત નથી.