સત્તા સુખને હાંસલ કરવા માટે દરેક રાજનેતા જોરદાર પ્રયાસ કરે છે. સાથે સાથે એક વખત સત્તા સુખ હાંસલ થઇ ગયા બાદ તેને છોડવા માટે પણ તૈયાર થતા નથી. ચૂંટણી નજીક આવતાની સાથે જ હારનો ભય મોટા મોટા દિગ્ગજોને પણ સતાવવા લાગી જાય છે. તેમની નિંદ હરામ થઇ જાય છે. તેમને પોતાના માટે સુરક્ષિત બેઠક શોધી કાઢવાની ફરજ પડે છે. આ જ કારણે જ વર્ષ ૨૦૧૪માં પ્રચંડ નરેન્દ્ર મોદીની લહેર હોવા છતાં નરેન્દ્ર મોદી પોતે વારાણસી અને વડોદરાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા હતા. વડોદરામાં તો જીત નિશ્વિત દેખાઇ રહી હતી. જો કે વારાણસીમાં ગંગાની લહેરોના કારણે પણ મોદી થોડા પ્રમાણમાં શંકામાં હતા. હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીસહિત મોટા દિગ્ગજ નેતાની સામે પણ આવી જ સ્થિતી જોવા મળી રહી છે.
રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના અમેઠીમાંથી સતત ત્રણ વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. આ વખતે પણ રાહુલ ગાંધી આ બેઠક પરથી ઉમેદવાર છે. જો કે રાહુલ ગાંધી આ વખતે દક્ષિણ ભારતની કોઇ બેઠક પરથી પણ ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ રામચન્દ્રણ દ્વારા તેમને ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી ચુક્યા છે. આ હારનો ભય છે કે માયાવતી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચુક્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહ લાલકૃષ્ણ આડવાણીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગાંધીનગરની સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ છેલ્લી છ ચૂંટણીમાં તેમના સારથી તરીકે રહી ચુક્યા છે. ગાંધીનગરની સીટ તેમને તેમના માટે સૌથી સુરક્ષિત લાગી છે. જેથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાને ટિકિટ આપવામાં આવી નથી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પિતા મુલાયમ સિંહ યાદવની સીટ આજમગઢમાંથી મેદાનમાં ઉતરી જવાનો નિર્ણય કર્યો છે.
મુલાયમસિંહ યાદવને મૈનપુરી મોકલી દેવામાં આવ્યા છે. અખિલેશ તેમની પરંપરાગત સીટ કન્નોજ પÂત્ન ડિમ્પલને આપી ચુક્યા છે. હવે તેમને એવી સીટની જરૂર હતી જે વધારે સુરક્ષિત હોય. જેથી તેઓએ આજમગઢ સીટની પસંદગી કરી ચુક્યા છે. જ્યાંથી તેઓ જાતિય ગણિતના આધાર પર આસપાસની સીટો પર પણ અસર કરી શકે. આજમગઢમાં આ વખતે યાદવ, મુસ્લિમ અને દલિતના મતના કારણે કોઇ તકલીફ આવનાર નથી.જો કે કેટલાક નવા સમીકરણ ઉભરીને સપાટી પર આવી શકે છે. અખિલેશ અને માયાવતી તમામ બેઠક પર જાતિય સમીકરણ અને ગણિત બેસાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં એકબાજુ યોગી રામમંદિર, સર્જિકલ સ્ટ્રાઇકના આધાર પર આગળ વધી રહ્યા છે જ્યારે વિરો) પક્ષો જાતિય ગણિતના ભરોસે આગળ વધી રહ્યા છે. એકંદરે દરેક નેતા જાડતોડમાં લાગેલા છે. કેટલાક નેતાની હજુ પણ સીટ બદલાઇ શકે છે. કેટલાક નેતા બે સીટો પર લડી શકે છે. સત્તાના મહાયજ્ઞમાં આહુતિ તો દરેક નેતા આપવા માટે ઇચ્છુક હોય છે. પરંતુ આ આહુતિ દરમિયાન તેમને કોઇ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે પણ ઇચ્છુક હોય છે. આ વખતની ચૂંટણી પહેલા કરતા વધારે રોમાંચક અને રોચક રેવાની શક્યતા છે.