બ્યુરો ઓફ ઇમીગ્રેશન તરફથી મળતા રાષ્ટ્રીયતા અને એરપોર્ટ પ્રમાણેના આંકડાઓના આધાર પર પર્યટન મંત્રાલય વિદેશી પ્રવાસીઓના આગમનની સાથે ઇ-પર્યટક વીઝા પર વિદેશી પર્વાસીઓની આગમનના માસિક અનુમાનોનું પણ સંકલન કરે છે.
આ પ્રમાણે જાન્યુઆ ૨૦૧૮માં ફોરેન ટુરિસ્ટ અરાઇવલ (એફટીએ) અને ઇ-પ્રવાસી વીઝા સાથે સંકળાયેલી ખાસ વાતો જાણાવા મળી છે. તે મુજબ જાન્યુઆરી-૧૮ દરમિયાન એફટીએના આંકડાઓ ૬૬ લાખનો રહ્યો, જ્યારે આ આંકડો જાન્યુઆરી-૧૭માં આ ૯.૮૩ લાખ અને જાન્યુઆરી-૧૬માં ૮.૪૫ લાખ હતો.
જાન્યુઆરી-૧૭ની સરખામણીમાં જાન્યુઆરી-૧૮ દરમિયાન એફટીએ વૃદ્ધિ દર ૮.૪ ટકા રહ્યો જ્યારે જાન્યુઆરી-૧૬ની સરખામણીમાં જાન્યુઆરી-૧૭માં આ વૃદ્ધિ ૪ ટકા રહી હતી.
જાન્યુઆરી-૧૮ દરમિયાન ભારતમાં આવેલા પ્રવાસીઓમાં ફાળો આપનારા ટોચના ૧૫ દેશોમાં ૩૬ ટકા સાથે બાંગ્લાદેશ સૌપ્રથમ રહ્યું છે, ત્યારબાદ અનુક્રમે અમેરિતા, બ્રિટેન, કેનેડા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ,જર્મની, મલેશિયા, શ્રીલંકા, ચીન અને નેપાળ છે.
સૌથી વધુ ૨૮.૦૩ ટકા સાથે દિલ્હી એરપોર્ટ વિદેશી પ્રવાસી આગમનમાં સૌથી આગળ રહ્યું, ત્યાર બાદ ૧૭.૪૭ ટકા સાથે મુંબઇ બીજા સ્થાને રહ્યું.
ઇ-પ્રવાસીની વાત કરીએ તો જાન્યુઆરી-૧૮ દરમિયાન ઇ-પ્રવાસી વીઝા પર ૫૮.૫ ટકાની વૃદ્ધિ મેળવી કુલ મળીને ૪૦ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે આંકડો જાન્યુઆરી-૧૭માં ૧.૫૨ લાખ હતો. જેમાં બ્રિટનમાંથી સૌથી વધુ ઇ-પ્રવાસીઓનું આગમન થયું હતુ ત્યાર બાદ અમેરિકા બીજા સ્થાન પર રહ્યું છે.