દેશના મહત્વકાંક્ષી મંગળયાન મિશનને ચાર વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. ધરતીથી સમાનતા અને નજીક હોવાના કારણે મંગળ હમેંશ કોઇ પણ અન્ય ગ્રહની સરખામણીમાં વધારે ઉત્સુકતા જગાવે છે. મંગળ પર જીવનની ઉપસ્થિતી અંગે વર્ષોથી શોધખોળ ચાલી રહી છે. આને લઇને વૈજ્ઞાનિકો દિન રાત એક કરી રહ્યા છે. આ દ્રષ્ટિથી મંગળ ગ્રહ પર માનવ મિશન સાથે જોડાયેલા પડકારો પર મુલ્યાંકન કરવામાં આવે તો કેટલીક નવી વિગત સપાટી પર આવે છે. મંગળ જ એક એવા ગ્રહ તરીકે છે જે ધરતી પર ક્યારેય માનવ જીવનને ખતરો થવાની સ્થિતીમાં આ પ્રજાતિને બચાવવા માટે વૈજ્ઞાનિકોની હદમાં છે. જેથી આ ગ્રહની ઉત્પતિના રહસ્યોને જાણવા અને ત્યાં માનવ વસ્તી વસાવવની સંભાવના અથવા તો ત્યાં માનવ જીવન શક્ય છે કે કેમ તેને લઇને સતત શોધ વિશ્વના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
માનવ મિશન એક મહત્વકાંક્ષી યોજના તરીકે છે. આની સાથે જોડાયેલા પડકારોને પહોંચી વળવાની બાબતમાં ઓછામાં ઓછા ૨૦થી ૨૫ વર્ષ તો ચોક્કસપણે લાગી જશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સહકાર અને એક સારી યોજનાના હેતુસર ભારત ઓછા ખર્ચ અને પહેલા જ પ્રયાસમાં મંગળયાન મિશનમાં સફળ થયા બાદ આશા વધી ગઇ છે. મંગળયાનમાં પ્રથમ જ વખતમાં સફળ રહ્યા બાદ હવે મંગળ પર માનવ મિશનને લઇને પણ આશાવાદી રહેવાની જરૂર છે. લાંબા સમયના માનવ અંતરિક્ષ અભિયાન અલગ અલગ પ્રકારના પડકારો રજૂ કરે છે. રોબોટ મિશનની વિપરિત માનવીને ભોજન, સુરક્ષા અને મનોરંજન પણ જાઇએ છે. જે રોબોટ કરતા અલગ બાબત છે. સૌથી ઉપયોગી બાબત એ છે કે તેમને સુરક્ષિત જમીન પર પરત લાવવા માટે પણ પડકારો હોય છે.
મંગળ યાત્રા પર જનાર અંતરિક્ષ યાત્રીઓને જે માપદંડનો સામનો કરવો પડે છે તે ખુબ મુશ્કેલ હોય છે. તે એક ચિંતાનો પણ વિષય છે. જે સ્તર પર વિકિરણ અથવા તો રેડિએશનનો સામનો કરવો પડે છે તે પણ ચિંતાજનક બાબત છે. અંતરિક્ષની પૂર્વની યાત્રાઓ અને મંગળ પર માનવ મિશનમાં સૌથી અંતરની બાબત એ રહેશે કે તેમાં ચાલક દળ એવી સ્થિતીમાં રહેશે જેમાં જ્યાં જરૂર પડે ત્યાં સંપર્ક સ્થાપિત કરી શકાશે નહી. જમીન પર અમારી કોશિકાને નુકસાન પહોંચાડનાર કોÂસ્મક કિરણોથી વાતાવરણનુ સ્તર બચાવે છે પરંતુ મંગળ પર કોઇ પણ સફળ માનવ મિશન એક અંતરિક્ષ યાત્રીની જીવનની અંતિમ અંતરિક્ષ યાત્રા રહેશે. કારણ કે તે પોતાની લાઇફમાં વિકિરણ સહન કરવા માટેની તમામ હકને આ યાત્રા દરમિયાન જ પાર કરી જશે. આના માટે એવા સુક્ષ્મ ઉપાય કરવા પડશે કે કોઇ તકલીફ ન પડે, જે રીતે પરમાણુ એકમોના જતન માટે અને તેના ખતરાને ટાળવા માટે ઉપાય કરવામાં આવે છે તેવા જ ઉપાય આના માટે પણ કરવાના રહેશે. વિકિરણના જુદા જુદા સ્તર પર જૈવિક ખતરાને લઇને હાલમાં અનિશ્ચિતા છે.
સાથે સાથે આ બાબત પણ નક્કી નથી કે ઘેરા અંતરિક્ષમાં વિકિરણને લઇને કેટલા પ્રમાણમાં ખતરો લઇ શકાય છે. સૌથી ખતરનાક સૌર પ્રૌટોન વિકિરણ છે. સુર્યમાંથી નિકળનાર તે અતિ ઉર્જાવાન રજકણ હોય છે. જ્યારે સૌર ગતિવિધીઓ વધે છે ત્યારે સૌર કરોનામાંથી આ રજકણોનો વરસાદ થાય છે. મંગળ મિશનના ગાળા દરમિયાન તેમનો સામનો કરવાનો હોય છે. વિકિરણ પ્રભાવને સમજવા માટે ઉપલબ્ધ મોટા ભાગના આંરડા એક્સ રે અને ગામા રે કિરણ સુધી મર્યાદત રહ્યા છે. ભારે કાચના વિકિરણના એક નિયંત્રિત પ્રમાણના કેટલી અસર થાય છે તે અંગે કોઇ માહિતી નથી. એક બાબત તો પહેલાથી જ તમામ નિષ્ણાંતો સારી રીતે જાણે છે કે લાંબી અવધ સુધી ભારહિનતાની સ્થિતી માનવ શરીરમાં ખુબ ફેરફાર કરે છે. શરીર કમજાર અને નબળા થઇ જાય છે. સૌથી ગંભીર પરિવર્તન હાર્ટ અને લોહીની રક્તવાહિનીમાં થાય છે. માંસપેશી નબળી પડી જાય છથે. હાડકામાં કેલ્શિયમ ઘટી જાય છે. રોગ પ્રતિકારણ ક્ષમતા ઘટી જાય છે. તેનો સામનો કરવાના ઉપાય ચોક્કસપણે છે.