અમદાવાદ : એચડીએફસી બેન્કનો મહિલાઓને સક્ષમ કરવાના અનેક પ્રોગ્રામોમાંનો એક નોંધપાત્ર પ્રોગ્રામ છે સસ્ટેનેબલ લાઇવલીહૂડ પ્રયત્ન જેની હેઠળ અમે ૮૬ લાખ મહિલાઓને સ્વ-નિર્ભર બનાવી છે. ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પણ આ સૌપ્રથમ સૌથી મોટો પ્રયત્ન છે. આ પ્રોગ્રામ મારફતે આશરે ૧૦ ટકા જેટલો અમારો સ્ટાફ પિરામિડના તળીયે મહિલાઓના પવિત્ર વિકાસને આગળ ધપાવવા માટે કાર્યરત છે એમ કુ. આશિમા ભાટે ઉમેર્યું હતું.