ફિટ અને હેલ્થી રહેવા માટે નિયમિત કસરત જરૂરી બની ગઈ હોવાનું તારણ નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. અભ્યાસમાંજણાવવામાં આવ્યું છે કે કસરતથી શરીરમાં લોહી ભ્રમણમાં ઉલ્લેખનીય વધારો થાય છે. સાથે સાથે આનાથી કુશળતા પણ વધી જાય છે. નોકરીની જગ્યાએ લાંબા સમય સુધી કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી ઘણી તકલીફ ઉભી થઈ શકે છે આવી સ્થિતિમાં નિયમિતપણે કસરત ખૂબ જ જરૂરી છે. નિયમિતપણે કસરત નહીં કરવાથી શરીરમાં લોહીના પરિભ્રમણની ગતિ ધીમી પડી જાય છે. યાદશક્તિ અને ધ્યાનશક્તિને વધારવા નિયમિત કસરત જરૂરી બની ગઈ છે.
આનાથી શરીરમાં ટોકસીન ફોર્મેશનની ગતિ ધીમી પડે છે. કસરતના સંબંધમાં વારંવાર તારણો સપાટી પર આવી ચૂક્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરને ફિટ અને હેલ્થી રાખવા માટે વોકિંગ, સ્વીમીંગ, એરોબીક્સ, સાઈકલીંગ અને બેલી ડાન્સીંગ હવે ઉપયોગી બન્યા છે. વોકિંગને સર્વશ્રેષ્ઠ કસરત તરીકે ગણવામાં આવે છે. દરરોજ જીમમાં જવા માટે આધુનિક સમયમાં સમય નથી. આવી સ્થિતિમાં વોકિંગ કરવાથી ફાયદો થાય છે. દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી વોકીંગમાં સમય ગાળવામાં આવે તે જરૂરી છે. ભોજન લીધા બાદ ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી ઓફિસના પ્રાંગણમાં વોકિંગ કરવાથી ફાયદો થાય છે.
જીમમાં કસરત કરવાથી ડર લાગે છે તો આવી સ્થિતિમાં સ્વીમીંગ પણ વિકલ્પ તરીકે છે. સ્વીમીંગથી શારીરિક પ્રવૃત્તિ વધી જાય છે. બટર ફ્લાય સ્ટ્રોક, બેગ સ્ટ્રોક, બિગ સ્ટ્રોકથી ફાયદો થાય છે. એરોબીક્સને પણ હવે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સંગીતના પ્રેમીઓ માટે એરોબીક્સનો વિકલ્પ પસંદ કરવો જાઈએ. આનાથી ટેન્શન ઓછું થાય છે. એરોબીક્સની ક્લાસમાં પણ હાલમાં મોટી સંખ્યામાં લોકો જાવા મળે છે. સાઈકલીંગથી હાર્ટ અને બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે. સાઈકલીંગ નિયમિત કરવાથી પગના સ્નાયુ પણ મજબૂત બને છે.