દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) દ્વારા પેપ્સીકોની ચેરમેન અને સીઈઓ ઇન્દ્રા નૂઇની પહેલી સંવ્તંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નીમણૂંક કરવામાં આવી છે. નૂઇ જૂન ૨૦૧૮માં આઈસીસીસાથે જોડાશે.
ઇન્દ્રા નૂઇ વિશ્વ સ્તરે વેપાર ક્ષેત્રે ખ્યાતિ ધરાવે છે, જેઓ વિશ્વની શક્તિશાળી મહિલા તરીકે આગવું સ્થાન ધરાવે છે.
ઇન્દ્રા નૂઇએ આઇસીસી સાથે જોડાવા પર જણાવ્યું કે મને ક્રિકેટ ખૂબ પ્રિય છે. હું આઈસીસી સાથે પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે જોડાઇને ખૂબ જ આનંદિત છું. હું બોર્ડ, આઇસીસીના ભાગીદારો અને ક્રિકેટરો સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.