ભારતીય સંગીતની ‘ગુરુ- શિષ્ય’ પરંપરાની ઉજવણી કરવા માટે સિટી-એનસીપીએ આદિ અનંત સંગીત ઉત્સવની પોતાની સાતમી આવૃત્તિ લઈને આવ્યા છે. આ સંગીત ઉત્સવ પૂણે, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નાઈ અને અમદાવાદ જેવા પાંચ શહેરોની યાત્રા કરશે.
આ યાત્રાના ભાગરૂપે ૧૭ ફેબ્રુઆરી અમદાવાદ ખાતે સિટી-એનસીપીએ દ્વારા આયોજીત આદિ અનંત સંગીત ઉત્સવ યોજાશે, જે ગુજરાત યુનિવર્સિટી કન્વેંશન એન્ડ એકઝિબિશન સેંટર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈન અ પ્રખ્યાત બાસૂરીવાદક કારેશ ચૌરસિયા પોતાની કળાનું પ્રદર્શન કરશે. આ શાસ્ત્રીય સંગીત પ્રિમીયો માટે એક યાદગાર અવસર બની રહેશે.