અમદાવાદ : લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીની આજે કારોબારીની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે તેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ભાગ લેનાર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરાના રોડ શો પણ યોજાનાર છે. અનેક ભરચક કાર્યક્રમો હોવાથી કોંગ્રેસના કાર્યકરો સંપૂર્ણપણે સજ્જ થઇ ગયા છે અને કારોબારીને સફળ બનાવવામાં લાગી ગયા છે. સને ૧૯૬૧ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર આવતીકાલે તા.૧૨મી માર્ચે કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠક યોજાનાર છે ત્યારે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની જાહેરસભા, રોડ શો સહિતના ભરચક કાર્યક્રમોને કોંગ્રેસના હજારો કાર્યકરો અને આગેવાન-નેતાઓમાં ભારે ઉત્સાહ અને જાશ છવાયો છે. આવતીકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ, એહમદ પટેલ, પી.ચિદમ્બરમ્, રણદીપ સૂરજેવાલા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં ધામા નાંખશે. તો કોંગ્રેસના ઉપરોકત કાર્યક્રમોને લઇ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.
તો બીજીબાજુ, ચૂંટણી તંત્ર દ્વારા પણ આજના કાર્યક્રમો દરમ્યાન ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ના થાય તેની તકેદારી રાખવા બાજ નજર ગોઠવાઇ છે. ગુજરાત કોંગ્રેસ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સ્વાગતને લઇ તેમ જ તેમની જાહેરસભા અને રોડ શોને લઇ પણ જારદાર તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે ૯-૩૦ વાગ્યે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરે તેવી શકયતા છે. ત્યારબાદ તેઓ સીધા સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પહોંચી પ્રાર્થનાસભામાં હાજરી આપશે અને પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પશે. ત્યારબાદ સવારે ૧૦-૩૦ વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે કોંગ્રેસ વ‹કગ કમીટીની બેઠકમાં પહોંચશે. જેમાં લોકસભાની ચૂંટણીને લઇ મહત્વની રણનીતિ, નિર્ણયો અને રૂપરેખા સહિતની વ્યૂહાત્મક કૂટનીતિ ચર્ચા વિચારણા કર્યા બાદ બપોરે ૧-૩૦ વાગ્યે અડાલજ ત્રિમંદિર પાસે જાહેરસભા અને રોડ-શોના કાર્યક્રમો યોજાશે.
જયાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં વિધિવત્ રીતે જોડાઇ જશે. કોંગ્રેસના આવતીકાલના ભરચક કાર્યક્રમો અને તેમાં રાષ્ટ્રીય અને દિગ્ગજ નેતાઓ તેમ જ મહાનુભાવો હાજરી આપવા આવી રહ્યા હોવાથી ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીને લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં છ એસપી, ૧૬ ડીવાયએસપી, ૧૬૦૦થી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થામાં તૈનાત કરી દેવાયા છે. તો બીજીબાજુ, ચૂંટણી તંત્ર દ્વારા પણ કોંગ્રેસના આવતીકાલના કાર્યક્રમો દરમ્યાન ચૂંટણી આચારસંહિતાનો કોઇ રીતે ભંગ ના થાય તેની પર ચાંપતી નજર અત્યારથી જ ગોઠવી દેવાઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલી કોંગ્રેસની બહુ મહત્વની એવી આ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સહિતના કાર્યક્રમો માટે કોંગ્રેસના ટોચના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ સહિત ૫૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. શાહીબાગ અને અડાલજ ત્રિમંદિર ખાતેના બંને સ્થળો અને તેને જાડતા માર્ગો પર કોંગ્રેસના બેનરો, ધજા-પતાકા અને રાહુલ,પ્રિયંકા તેમ જ સોનિયા ગાંધીના ફોટાવાળા પોસ્ટરો નગરજનોમાં ધ્યાનાકર્ષક બની રહ્યા છે.