અમદાવાદ : જાહેર એસસી/એસટી હબ (એનએસએસએચ), એમએસએમઈ મંત્રાલયની પહેલ, જાહેર પ્રાપ્તિ નીતિના આદેશ મુજબ સીપીએસએસમાંથી ૪ ટકા ખરીદીના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા એસસી-એસટી સાહસિકોને વ્યવસાયિક ટેકો આપવા માટે લોંચ કરવામાં આવ્યું હતું. હબ એસસી-એસટી, એમએસએમઇને ફાઇનાન્સ ફેસિટેશન, ઈ-ટેન્ડરિંગ સપોર્ટ, સીપીએસઈ કનેક્ટ, માર્કેટ લિંક્લેજ અને નવી સાહસિકોના વિકાસ દ્વારા પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયામાં ભાગ લેવા માટે હેન્ડહેલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે. આ સંદર્ભે,રાષ્ટ્રીય એસસી-એસટી હબ એનએસએસએચ દ્વારા સ્ટેટ કોનક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સીપીએસએસમાંથી ચાર ટકા ખરીદીના ઉદેશ્યને પરિપૂર્ણ કરવાની આશા ભાજપના સાંસદ કિરીટ સોલંકી, રાજયના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલ અને એનએસઆઇસીના નિયામક શ્રી પી.ઉદયકુમારે વ્યકત કરી હતી. એસસી, એસટીના ઉમેદવારોને આન્તરપ્રિન્યોર બનવાની ઉત્તમ તક અને માર્ગદર્શન પૂરું પાડતાં આ સ્ટેટ કોન્કલેવમાં સીપીએસઈ, ઉદ્યોગ સંગઠનો અને રાજ્ય સરકારને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવવા અને એસસી-એસટી સાહસિકો માટે પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી માપદંડ પૂરા કરવા પગલાં લેવાની મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી, રાજયના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલ અને એનએસઆઇસીના નિયામક શ્રી પી.ઉદયકુમારે, આઈપીએસ અને એજીડીપી ગુજરાત રાજ્ય સીઆઈડી (ક્રાઇમ) અનિલ પ્રથમ, ગુજરાત સરકારના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી એચ.ડી.શ્રીમાળી, એનએસઆઈસી ઝોનલ જીએમ, શ્રી પી.કે.ઝા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહયા હતા.
એનએસએસએચ પ્રોગ્રામ વિશેની ઉદ્યમીઓની અપેક્ષાઓને સમજવા માટે મોટી ભૂમિકા ભજવવા માટે બો‹ડગ કરતી વખતે આ કાર્યક્રમનો ઉદ્દેશ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ અને ઇન્ક્યુબેટર્સ સાથેની ક્રિયા-પ્રતિક્રિયા રાખવાનો હતો. આ પ્રસંગે ડો.કિરીટ સોલંકી અને પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અત્યાર સુધીમાં ૧,૭૨૦ એસસી / એસટીના માલિકીની એમએસઈની ખરીદી રૂ. ૪૮૮.૧૫ કરોડ નોંધાઇ છે. દેશમાં ૬૨,૦૦૮ એમએસઈથી કુલ ખરીદીમાંથી રૂ. ૨૪,૯૧૮ કરોડ નોંધાઇ છે. હાલમાં, એસસી-એસટી એમએસઇમાંથી કુલ ખરીદી કુલ ખરીદીના ૦.૫૨ ટકા છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ ખરીદીના ૦.૪૮ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં આ આંકડો ૦.૨૪ ટકા હતો. અત્યાર સુધીમાં, ૧૪૭ થી વધુ એસ.વી.ડી પી.એ સીપીએસઈ સાથે ગોઠવાયેલા છે. એનએસએસએચ હબ એ એનએસએસએચ વિશે જાગૃતિ લાવવા માટે રાજ્ય નોડલ એજન્સી સાથે સહયોગ કર્યો હતો. આ સંદર્ભે, એનએસએસએચ પ્રોગ્રામ મુજબ, ૨૦ રાજ્યોને તેમના રાજ્યોમાં એસસી-એસટી એમએસઈને ટેકો આપવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ૧૨ રાષ્ટ્રીય એસસી-એસટી હબ ઓફિસો (એનએસએસએચઓ) ગ્રાઉન્ડ સ્તરના સપોર્ટને પૂરા પાડવા માટે ખોલવામાં આવી છે, એટલે કે નાણા સલાહકાર, બિડ સહભાગિતામાં સહાય, સી.પી.એસ.ઇ. આઉટરીચ અને એસ.સી.-એસ.ટી. ઉમેદવારોને બજાર જોડાણ. ૩૪૦૦ થી વધુ એસસી-એસટી ઉમેદવારોને રાષ્ટ્રીય એસસી-એસટી હબ હેઠળ અત્યાર સુધી તાલીમ આપવામાં આવી છે અને આશરે ૬૦૦૦ એસસી-એસટી ઉમેદવારોને તા.૩૧ માર્ચ,૨૦૧૯ પહેલાં તાલીમ આપવામાં આવશે.આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં, હબ દેશભરમાં ૧૦,૦૦૦ થી વધુ એસસી-એસટી ઉમેદવારોને તાલીમ આપવાનું આયોજન કરી રહ્યું છે. પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી એટલે કે સ્ટેટ કોન્ક્લેવ્સ, જાગરૂકતા અભિયાન વગેરેમાં એસસી-એસટી એમએસઈની ભાગીદારીમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી મંત્રાલયે હબ હેઠળ ઘણી અન્ય પહેલ કરી છે. પરિણામે એસસી-એસટી ઉમેદવારોનો ડેટાબેઝ વિકસાવવામાં આવ્યો છે.