જોબને છોડી આગળ વધવાની ઇચ્છા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નિયમિત નોકરીની ઇચ્છા તમામ લોકોને હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે હવે જોબને પાછળ છોડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આ પ્રકારના લોકો કેટલાક એવા કામ કરવા માટે ઇચ્છુક છે જે પોતાનુ પસંદગીનુ કામ કરવા માટે ઇચ્છુક છે. લોકો એવા કામ કરવા માટે ઇચ્છુક છે જેમાં પૈસા પણ ભરપુર પ્રમાણમાં મળી રહે. કેટલાક એવા કારોબારી આજના સમયમાં વધાર જાવા મળી રહ્યા છે જે નોકરીની લાલચ છોડીને પોતાનો કારોબાર કરી રહ્યા છે. આજના સમયમાં કેટલાક કારોબાર એવા છે જેમાં વધારે કમાણી થઇ રહી છે. વેબ એન્ડ મોબાઇલ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ, ડેટા એન્ટ્રી અને ઇન્ટરનેટ રિસર્ચ તેમજ કન્સલ્ટસી જેવા ક્ષેત્રોમાં આજે સારી કમાણી નોકરી સિવાય થઇ રહી છે.

રેઝ્યુમ લખવાની બાબત, કુકિંગ રેસિપી, ઓનલાઇન ભારત નાટ્યમ કોર્સ ભણાવવા, ઓનલાઇન પેશેન્ટ કન્સલ્ટિંગ, ડેટા એનાલિટિક્સ  જેવા સેંગમેન્ટ હવે જારદાર રીતે ઉભરી રહ્યા છે જેમાં સારી કમાણી થઇ રહી છે. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આજે જે લોકો પોતાના કામને લઇને બોર થઇ જાય છે તે લોકો હવે આ પ્રકારના કારોબારમાં જઇ રહ્યા છે. તેમને હવે વધારે કમાણીની જરૂર ફેમિલી માટે થઇ રહી છે. જેથી ફ્રી લાન્સિંગ શરૂ કરવામાં આવે છે. ભારતમાં ફ્રી લાન્સ ટ્રેન્ડ ઝડપથી ક્રેઝમાં ફેરવાઇ રહ્યો છે. ભારતમાં અનેક લોકો ફ્રીલાન્સના કારણે તેમની નોકરી છોડી ચુક્યા છે.

તેમાંથી કેટલાક તો હવે ફ્રી ટાઇમ ઉદ્યોગ સાહસી બની ગયા છે. કેટલાક સફળ લોકોની વાત કરવામાં આવે તો આ વાત જાણી શકાય છે. દેશના આજે ટોપ સ્તર પર પહોંચેલા લોકો આ બાબતને લઇને ગર્વ સાથે વાત કરતા નજરે પડે છે. શીતલ કપુર નામન ી હાઉસ વાઇફની વાત કરવામાં આવે તો તેઓ પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજુએટ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૦માં બાદથી તેઓ ફ્રીલાન્સ ક્ષેત્રમાં આવી ગયા હતા. ત્યારબાદ તેમની બોલબાલા સતત વધતી ગઇ હતી. પહેલા ભારતીય એથનિક અને ઓનલાઇન ફ્યુજન એન્ડ ફેશન વિમેનવેર વેચવાની શરૂઆત થઇ હતી. આજે તેમની માસિક ઓનલાઇન અને ઓફલાઇન સેલ્સનો આંકડો ૨.૫ લાખ પીસથી વધારે છે. ૨૦ વર્ષ સુધી હાઉસ વાઇફ રહ્યા બાદ શીતલે કારોબારની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૯માં ઇબે પર વસ્ત્રોનુ વેચાણ કરવાની શરૂઆત કરી હતી. તેઓ ગ્રાહકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ્ડ કટ અને ફિટિગ્સ મુજબ વસ્ત્રોનુ વેચાણ કરે છે. વર્ષ ૨૦૧૨માં જ્યારે ઇ-કોમર્સ બુમ આવી ત્યારે Âફ્લપકાર્ટ, મિંત્રા, જબોન્ગ સાથે જાડાઇ ગયા હતા. આજે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન બનંને રૂટ પર પ્રોડક્ટસ વેચે છે. શીતલ મહિલાઓ માટે આજે સ્ટોલથી લઇને દુપટ્ટા, કુરતા અને ગાઉનનુ વેચાણ કરે છે. તેમનુ કહેવુ છે કે કારોબાર સતત વધી રહ્યો છે જેના કારણે તેઓ ખુશ છે.

બિઝનેસ ફંડાની વાત કરવામાં આવે તો આજે તેમની પાસે ૪૦ સ્ટોર છે. તમામ સ્ટોર એવી જગ્યાએ ખોલવામાં આવ્યા છે જે મહિલાઓને ફેશન પસંદ સ્થળ છે. સાથે સાથે ફેશનેબલ વ†ો ખરીદવા માટે પૈસા છે. આવી જ રીતે એડવાન્સ્ડ મલ્ટી મિડિયામાં ડિગ્રી ધરાવનાર ૩૧ વર્ષીય નંદિતા દાસ પણ રોલ મોડલ તરીકે છે. નંદિતા દ્વારા વર્ષ ૨૦૧૨માં ફ્રી લાન્સની શરૂઆત કરવામાં આવ્યા બાદ આજે કોયુનિકેશન મેનેઅલ, વેબસાઇટ, પેકેજિંગ અને લેબલ ડિઝાઇન્સની સાથે શરૂઆત કરી હતી. આ તમામ પ્રકારના કામોના કારણે તેમને ૮૦૦૦ રૂપિયાથી લઇને ચાર લાખ રૂપિયા સુધીની આવક થાય છે. ઇલેસ્ટ્રેટર, વેબ ડેવલપર અને પેકેજિંગ ડિઝાઇનર તરીકે તેમની માંગ આજે સતત વધી રહી છે.

આજે ફ્રી લાન્સના સમયમાં આવા અનેક ઉદ્યોગ સાહસિકો છે જે અન્યો માટે પ્રેરણા સમાન બની રહ્યા છે. સાથે સાથે આવક પણ અનેક ગણી મેળવી રહ્યા છે. તેમની આવક નોકરી કરતા વધારે થઇ ગઇ છે.

Share This Article