તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં પુરુષો દ્વારા સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે. પરંતુ આ દવાઓના દુરુપયોગથી સેક્સ લાઈફને નુકસાન થઈ શકે છે તેમ પણ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. માત્ર નજીવી ખુશી મેળવવા માટે આ પ્રકારની સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ કરનાર લોકો પોતાની સેક્સ લાઈફને જોખમમાં મૂકી રહ્યા છે. અમેરિકામાં નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા પુરુષો પૈકીના મોટાભાગના પુરુષોએ અભ્યાસ બાદ આ મુજબની કબૂલાત પણ કરી હતી. તબીબોની સલાહ વગર સેક્સ પાવર વધારતી દવાનો ઉપયોગ કરનાર લોકોએ કબૂલાત કરી હતી કે તેમની સેક્સ લાઈફ ઉપર આડેધડ લીધા બાદ માઠી અસર થઈ છે.
ઇડી દવાનો ઉપયોગ કરવાની પરંપરા હાલના સમયમાં વધી ગઈ છે. પરંતુ આનાથી પુરુષોના આત્મવિશ્વાસને પણ અસર થઈ રહી છે. અભ્યાસ મુજબ ઇડી દવાનો ઉપયોગ કરનાર પુરુષોમાં શારીરિક રીતે સક્રિય રહેલા લોકોની સરખામણીમાં કોઈ વિશેષ ફાયદો દેખાયો નથી. સેક્સ વેળા સંતોષની બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રકારની દવા કોઈ વધારે ફાયદો કરી રહી નથી. એકંદરે આવી દવાનો આડેધડ ઉપયોગ કરનાર લોકો તેમની સેક્સ લાઈફને લઈને સંતુષ્ટ દેખાયા નથી.
તબીબોની સલાહ વગર આડેધડ દવા લેનાર લોકોને સાવધાન રહેવાની જરૂર છે. નવા સર્વેમાં આ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે. અમેરિકાભરમાંથી ૧૨ હજાર પુરુષોને આવરી લઈને આ અભ્યાસ કરાયા બાદ તેના તારણો જારી કરાયા છે. આમાં દવાના ઉપયોગ અને આ દવા કઈ રીતે અસર કરે છે તેની બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી. દરમિયાન હાઈકોલેસ્ટેરોલ, હાઈબ્રડપ્રેશર, ડાયાબિટીશ અને અન્ય તકલીફ પણ આ દવાઓ સાથે સંકળાયેલી છે. અભ્યાસના પરિણામો સેક્યુલર મેડીસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.