હ્રિતિક રોશન “સુપર ૩૦” ના શૂટિંગ દરમિયાન, સાથે રાખતો હતો ગમ્છો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

હ્રિતિક રોશન તેના અલગ અલગ કિરદારો માટે જાણીતો છે.હ્રિતિક રોશન તેના નવા નવા કિરદારો સાથે દર્શકોનું મનોરંજન કરાવવા જાણીતો છે અને કિરદારોને અપનાવવા માટે હ્રિતિક કોઈ પણ કસર રાખતો નથી. હ્રિતિક રોશન તેની આગામી ફિલ્મ ‘સુપર ૩૦’માં વધુ એક જોરદાર ભૂમિકામાં મનોરંજન કરાવવા તૈયાર છે. ‘સુપર ૩૦’ના કેરેક્ટર માટે હ્રિતિક રોશને ખાસ તૈયારી કરી હતી. હ્રિતિક કિરદારમાં રહેવા હમેશા તેની સાથે નેપકિન રાખતો જેના કારણે તેની ભૂમિકામાં રહેવામાં મદદ મળતી હતી.

‘સુપર ૩૦’માં હ્રિતિક રોશન પટનાના એક શિક્ષકની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં હ્રિતિક રોશન આર્થિક રીતે કમજોર ૩૦ બાળકોને ઓછા પૈસામાં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરતા જોવા મળશે. ‘સુપર ૩૦’ ફિલ્મમાં હ્રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર, અમિત સાધ કામ કરી રહ્યા છે આ સાથે જ નંદિશ સંધૂ હ્રિતિક રોશન સાથે ફિલ્મમાં ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના ફર્સ્ટ લુક જાહેર થતાની સાથે દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હ્રિતિકની ‘સુપર ૩૦’ ૨૬ જુલાઈ ૨૦૧૯થી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે.

Share This Article